ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કલેક્ટરની બદલી અંગે મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબી જીલ્લા કલેક્ટરની બદલી અંગે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના સામાજિક કાર્યકર દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને જિલ્લા કલેકટરની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.મોરબી જીલ્લા કલેકટરની બદલી કરવા માટે હાલમાં કરવામાં આવેલ માંગમાં જણાવયેલ છે કે મોરબી જીલ્લા કલેકટર તરીકે હાલમાં કે.બી.ઝવેરી છેલ્લા પાંચેક મહીના થયા ફરજ બજાવે છે.પરંતુ તેમની કામગીરીથી પ્રજાને ધણો જ અસંતોષ છે.

મોરબીના સામાજિક કાર્યકર પી.પી.જોષીએ વધુમાં જણાવેલ છે કે અરજદારોના પ્રશ્નોના નિકાલ થતા નથી.મોરબી જીલ્લો સવેદનસીલ હોય ત્યા ડાયરેક આઈએએસ.અધિકારી મુકવા જરૂરી છે.તેમજ આ નવા આવેલ કે.બી.ઝવેરી અગાઉ જીએસટી ખાતામાં હતા.જેથી તે અધિકારી રેવન્યુ મહેસુલ વિભાગના જાણકાર ન હોય તેઓને નીચેના સાથી અધિકારી અને કર્મચારી ઉપર આધાર રાખીને કામ કરવુ પડે તેમ છે.જેથી ભવિષયમાં કોઈ કર્મચારી અધિકારીના હીતને નુકશાન પણ થાય મોરબી જીલ્લાના અસંખ્ય પ્રશ્નો હાલમાં જેમના તેમ છે.

આ બાબતે પુરવઠા વિભાગના પ્રશ્નો અંગે અરજદારે રજુઆત કરેલ પરંતુ નિયમોસર કોઈપણ કાર્યવાહી કરેલ નથી. "માસ્તર મારે નહી માસ્તર ભણાવે નહી" તેવી પરિસ્થિત આજે મોરબી જીલ્લાની પ્રજા ભોગવે છે.ભાજપ સરકારને ધણી જ બહુમતી મોરબીની પ્રજાએ  આપેલ છે.છતા આવા અધિકારીની અણ આવડત કે બેદરકારીને કારણે આગામી ચુંટણીમાં આની અસર જોવા મળે અને પ્રજાને સરકાર ઉપર વિશ્વાસ ઉઠી જાય છે. શ્રી ઝવેરી સાહેબ કલેકટર નિષ્ઠવાન અને ઈમાનદારી અધિકારી છે. પરંતુ રેવન્યુ અને મહેસુલ વિભાગનો કોઈ અનુભવ ન હોય તેમની નીચેના કર્મચારી ઉપર આધાર રાખીને કામ કરવુ પડે તેવી સ્થીત ઉભી થયેલ છે.આ તમામ બાબતે મારો જાત અનુભવ છે આજે પણ કલેકટર કચેરીમાં અંધેરીનગરીને ગંડુ રાજા જેવો તાલ છે.વધુમાં જણાવવાનું કે આ કચેરીમાં ધણા સમયથી એટલેકે ત્રણથી પાંચ વર્ષની ઉપરના કર્મચારીઓની બદલી થયેલ નથી જે તાત્કાલિક કરવાની જરૂરી છે.આ બાબતે યોગ્ય ન્યાયી તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિતમાં માંગ કરવામાં આવેલ છે






Latest News