મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ગુજરાત ન્યાય યાત્રા સાથે મુકવામાં આવેલ ભાજપના પાપનો ઘડો 20 કિલો મિટરમાં છલકુ છલકુ, બેફામ ભ્રષ્ટાચાર કરેલ હોય 10 ઘડા ભરાશે: લાલજીભાઇ દેસાઇ


SHARE







ગુજરાત ન્યાય યાત્રા સાથે મુકવામાં આવેલ "ભાજપના પાપનો ઘડો" 20 કિલો મિટરમાં છલકુ છલકુ, બેફામ ભ્રષ્ટાચાર કરેલ હોય 10 ઘડા ભરાશે: લાલજીભાઇ દેસાઇ

ગુજરાતમાં જુદી જુદી દુર્ઘટનાઓના વિવિધ પરિવારોને ન્યાય મળે તે માટે મોરબી થી શરૂ કરવામાં આવેલ ગુજરાત ન્યાય યાત્રા ટંકારા ખાતે પહોંચી હતી અને રાત્રી રોકાણ બાદ આજે સવારથી ન્યાય યાત્રા રાજકોટ જવા માટે રવાના થયેલ છે હાલમાં યાત્રાની સાથે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના પ્રમુખ તેમજ ગુજરાત કિશાન કોંગ્રેસના પ્રમુખ તેમજ પિડિત પરિવારના લોકો અને કોંગ્રેસના સૈનિકો ચાલી રહ્યા છે અને પિડિત પરિવારોને ન્યાય અપાવવાના જુસ્સા સાથે પદયાત્રીઓ આગળ વધી રહ્યા છે.

ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કોંગ્રેસની આગેવાની હેઠળ પીડીત પરિવારને સાથે રાખીને ગઇકાલે સવારથી મોરબીના દરબારગઢ ચોકથી ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે ગત રાત્રે ૮:૩૦ વાગ્યે ટંકારા ખાતે પહોંચી હતી અને ત્યાં ટંકારામાં આર્ય સમાજ ભવનના હોલ ખાતે સેવાદળ અને કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારોને અને કાર્યકર્તાઓ તેમજ આ ટંકારા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અને પિડીત પરિવારોની હાજરીમાં એક સભા યોજાઈ હતી. અને યાત્રાનું રાત્રી રોકાણ ત્યાં જ કરવામાં આવ્યુ હતુ ત્યાર બાદ આજે સવારે નવ વાગ્યાથી આ ગુજરાત ન્યાય યાત્રા ટંકારાથી રાજકોટ તરફ જવા માટે રવાના થયેલ છે ત્યારે રાષ્ટ્રીય સેવા દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ ભાજપ સરકાર ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, વર્તમાન સરકાર આ યાત્રા ન થાય અને આ યાત્રાને કોઈપણ રીતે રાજકીય રંગ આપવા માટેના અનેક પ્રયત્નો કર્યા છે જો કે, લોકો ભાજપ સરકારની નિતીરીતીને જાણી ગયા છે. માટે મોરબી જિલ્લામાં યાત્રાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને હાલમાં પદયાત્રીઓ પિડિતોને ન્યાય અપાવવાના જુસ્સા સાથે આગળ વધી રહ્યા છે.


વધુમાં લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, હાલમાં આ યાત્રાની સાથે ભાજપના પાપનો એક ઘડો મૂકવામાં આવ્યો છે જેમાં લોકો દ્વારા પોતાની સમસ્યાઓ, પોતાની સાથે થયેલ અન્યાય વગેરેના પત્રો અને ચિઠ્ઠી મૂકી રહ્યા છે.અને માત્ર 20 કિલો મિટર આ યાત્રા ચાલી છે. ત્યાં ઘડો લગભગ પોણા ભાગનો ભરાઈ ગયો છે અને આવી જ રીતે ગુજરાતના જે જે જિલ્લામાંથી આ યાત્રા પસાર થશે. ત્યાં લોકો દ્વારા પોતાની સાથે થયેલ અન્યાય અને ભ્રષ્ટાચારની માહિતી આ પાપના ઘડામાં નાખવામાં આવશે જેથી કરીને આવા એક નહીં પરંતુ અંદાજે 10 જેટલા ઘણા આ યાત્રા દરમિયાન ભરાય તેવી શક્યતા હાલમાં દેખાઈ રહી છે. જે જોતા એવું ચોક્કસ કહી શકાય કે, ગુજરાતમાં ભાજપ એ બેફામ ભ્રષ્ટાચાર કર્યો છે.






Latest News