મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની સોમનાથ સોસાયટીમાં પરીણીતા-શોભેશ્વર રોડે યુવાને જીવન ટુકાવ્યું


SHARE







મોરબીની સોમનાથ સોસાયટીમાં પરીણીતા-શોભેશ્વર રોડે યુવાને જીવન ટુકાવ્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં શુભ પેલેસના ફ્લેટમાં રહેતા મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આવી જ રીતે મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ પાણીના ટાંકાની બાજુમાં રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બંન્ને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરીને આગળના કાર્યવાહી કરેલ છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં શુભ પેલેસ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 704 માં રહેતા મિતાલીબેન તેજસભાઈ ભુવા જાતે પટેલ ઉમર (33) એ પોતાના જ ઘરની અંદર બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.ત્યાં પેનલ ડોક્ટર મારફતે પીએમ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ આ બનાવની રમેશભાઈ અમરશીભાઈ દેસાઈ રહે.હળવદ વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે.આ બનાવની આગળની વધુ તપાસ પીએસઆઇ બી.એ.ગઢવી ચલાવી રહ્યા છે અને પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો હતો જો કે તેણે ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે ? તે દિશામાં તપાસ ચાલી રહી છે.

મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ પાણીના ટાંકાની બાજુમાં રહેતા મુકેશભાઈ બાબુભાઈ દેવીપુજક (32) એ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે.આ બનાવની આગળની વધુ તપાસ જે.જે.ડાંગર ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું છે ? તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.






Latest News