જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના દારૂ બીયરની ત્રણ રેડ: 12 બોટલ દારૂ, એક બીયરના ટીન સાથે બે પકડાયા: એકની શોધખોળ


SHARE











મોરબીના દારૂ બીયરની ત્રણ રેડ: 12 બોટલ દારૂ, એક બીયરના ટીન સાથે બે પકડાયા: એકની શોધખોળ

મોરબીના માધાપર શેરી નં-13 માં ઘરમાં અને કાલિકા પ્લોટમાં જાહેરમાં દારૂની બે રેડ કરી હતી ત્યારે 12 બોટલ દારૂ મળી આવ્યો હતો. જો કે, ઘરમાં રેડ કરી ત્યારે આરોપી હાજર ન હોવથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને મોરબીમાં એન્ડોવર ગાડી લઈને બીયરનું એક ટીન વેચવા નીકળેલા શખ્સ પાસેથી પોલીસે 10 લાખથી વધુનો મુદામાલ કબજે કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના માધાપર શેરી નં-13 માં રહેતા દશરથસિંહના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની આઠ બોટલો મળી આવતા પોલીસે 2400 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી દશરથસિંહ વનરાજસિંહ ઝાલા રહે. માધાપર શેરી નં-22 વાળો હાજર ન હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આવી જ રીતે મોરબીમાં કાલિકા પ્લોટ બાવા અહેમદશા મસ્જિદ વાળી શેરીમાંથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 1200 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી રોહિતભાઈ જીવણદાસ દુધરેજીયા (20) રહે. કાલિકા પ્લોટ કરીમભાઈના બંગલાની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.

એક બીયર સાથે 10 લાખનો મુદામાલ કબ્જે

મોરબી શહેરમાં માળિયા ફાટક પાસેથી એન્ડોવર ગાડી નંબર જીજે 23 બીએલ 5151 પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાં જઈ રહેલા શખ્સ પાસેથી બિયરનું એક ટીન મળી આવ્યું હતું જેથી કરીને પોલીસે દસ લાખ રૂપિયાની કિંમતની ગાડી અને 100 રૂપિયાની કિંમતનું બિયર આમ કુલ મળીને 10,00,100 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે રાકેશભાઈ શિવલાલભાઈ વામજા (37) રહે. ઉમા ટાઉનશીપ વિનાયક બી-202 વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News