મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા અનોખી રીતે મિત્રતા દિવસની ઉજવણી


SHARE







મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા અનોખી રીતે મિત્રતા દિવસની ઉજવણી

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા 4 ઓગસ્ટના દિવસે મિત્રતા દિવસની ઉજવણી સફાઈ કામદારને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નાડાછડી પહેરાવીને મીઠાઈના બોક્સ આપીને અને તેમનો આભાર વ્યક્ત કરીને કરવામાં આવી હતી.હર હંમેશ આપણા શહેરને સ્વચ્છ રાખતા એવા ૫૧ સફાઈ કામદારોનો આભાર વ્યક્ત કરવા માટે આ વિશેષ દિવસે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનોએ આ પ્રોજેક્ટ કરતા સફાઈ કામદારોએ પણ ભાવવિભોર બની બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.આપ્રોજેક્ટના દાતા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા હતા.આ સાથે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ એક ફેમિલી ક્લબ હોવાથી બધા બહેનોએ સાથે મળીને ઇડન હિલ ખાતે વન-ડે પિકનિકની પણ મોજ માણી હતી.પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ સમગ્ર ટીમનો  આભાર માન્યો હતો






Latest News