મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં મોરબી : આપત્તિ વ્યવસ્થાપન અને જન સુરક્ષા માટે હળવદના રણમલપુર ખાતે આઈઓસી દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર સૂતા સૂતા બાઇક ચલાવીને જોખમી સ્ટંટ કરનાર શખ્સને પોલીસે દબોચ્યો


SHARE











મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર સૂતા સૂતા બાઇક ચલાવીને જોખમી સ્ટંટ કરનાર શખ્સને પોલીસે દબોચ્યો

મોરબી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર વાંકાનેર નજીક અવારનવાર બાઈકના સ્ટંટ કરતા હોય તેવું સામે આવતું હોય છે. તેવી જ રીતે થોડા દિવસો પહેલા બાઈક ઉપર સ્ટંટ કરનારા શખ્સનો વિડીયો સામે આવ્યો હતો જેમાં સૂતા સૂતા તે શખ્સ બાઇક ચલાવતો હોય તે પ્રકારનું જોવા મળ્યું હતું. જેથી નેશનલ હાઇવે રોડ ઉપર બાઈકના સ્ટંટ કરનારા આ શખ્સને ટ્રાફિક શાખાની ટીમે શોધી કાઢીને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

સોશિયલ મીડિયામાં વિડીયો ઉપરવ્યુ વધારવા માટે થઈને અવારનવાર જોખમી સ્ટંટ કરવામાં આવતા હોય તે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે અને જો મોરબી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા પોણા બે મહિનાની અંદર લગભગ પાંચથી છ ઘટના બાઈક ઉપર જોખમી સ્ટંટ કરતા હોય તેવી સામે આવેલ છે. અને તેમાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરીને જોખમી સ્ટંટ કરનારા શખ્સોની સામે ગુના નોંધવામાં આવ્યા છે. તેમ છતાં પણ વાંકાનેર સિટી અને તાલુકાની હદમાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ ઉપર જોખમી સ્ટંટ કરવાનું બંધ થતું નથી. તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. 

થોડા દિવસો પહેલા વાંકાનેર નજીક નેશનલ હાઈવે રોડ ઉપર પોતાની અને અન્ય લોકોની જિંદગી જોખમમાં મુકાય તે પ્રકારના બાઈકના સ્ટંટ કરતાં એક શખ્સનો વિડીયો વાયરલ થયો હતો. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા તે બાઈકના નંબર આધારે તેને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી અને મોરબી જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઇ ની સૂચના મુજબ વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર બાઈક નંબર જીજે 13 એમએમ 9794 લઈને સુતા સુતા નેશનલ હાઈવે રોડ ઉપર બાઇક ચલાવનારા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

હાલમાં ટ્રાફિક શાખાના પીએસઆઇ ડી.બી. ઠક્કર અને સ્ટાફ દ્વારા બાઈક નંબર આધારે ઇમરાન ગુલામભાઈ સામતાણી (19) રહે. મિલ પ્લોટ ચોક શેરી નં-4 વાંકાનેર વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આ શખ્સને કાયદાનું ભાન કરાવ્યું છે. વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઢુવા ઓવરબ્રિજ વચ્ચે આ શખ્સ દ્વારા સુતા સુતા બાઈક ચલાવીને બાઈકના જોખમી સ્ટંટ કરતો હતો તેવી તેને કબૂલાત પણ આપેલ છે જેથી પોતાની જિંદગી તથા અન્ય લોકોની જિંદગી જોખમમાં મુકાય તે રીતે બાઈક ચલાવનાર સામે પોલીસે કાર્યવાહી કરી હતી.




Latest News