મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા પાસે નર્મદાની કેનાલમાં ન્હાવા ગયેલા યુવાનનું ડૂબી જવાથી મોત


SHARE







માળીયા (મી)ના જુના ઘાટીલા પાસે નર્મદાની કેનાલમાં ન્હાવા ગયેલા યુવાનનું ડૂબી જવાથી મોત

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવાન ન્હાવા માટે પડ્યો હતો અને ત્યાં પાણીમાં કોઈ કારણોસર તે ડૂબી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના ચાંદપુર તાલુકાના આંબા ડભેરી પટેલ ફળિયુના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના નવા ઘાટીલા ગામે જયંતીભાઈ બચુભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ખપુરીયાભાઈ કેરીયાભાઈ ડોડીયા જાતે આદિવાસી (40) નામનો યુવાન જૂના ઘાટીલા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે થઈને પડ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે કેનાલના પાણીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ત્યારબાદ તે મૃતક યુવાનના ડેડબોડીને પાણીમાંથી બહાર કાઢીને માળીયાની સરકારી હોસ્પિટલે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન રાજુભાઈ રુમાભાઈ ડોડીયા જાતે આદિવાસી (30) રહે. હાલ રાજચરાડી ગામે મુન્નાભાઈ પટેલની વાડીએ ધાંગધ્રા મૂળ રહે એમપી વાળાએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અનિલભાઈ પ્રવીણભાઈ ગણેશિયા (27) નામના યુવાનને મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીમાં સબજેલ ચોક પાસે રહેતા પરસોતમભાઈ કમાભાઈ પરમાર (42) મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સેન્ટીંગનું કામ કરી રહ્યા હતા ત્યારે કામગીરી દરમિયાન કોઈ કારણોસર તે પડી જતા તેઓને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.






Latest News