સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

ગુજરાત ન્યાય યાત્રા: ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ જીગ્નેશભાઈ મેવાણીની આજે મોરબીમાં સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ


SHARE











ગુજરાત ન્યાય યાત્રા: ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ જીગ્નેશભાઈ મેવાણીની આજે મોરબીમાં સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં બનેલી ચકચારી ઘટનાઓમાં હજુ સુધી ભોગ બનેલા પરિવારોને ન્યાય મળ્યો નથી. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્યની આગેવાની હેઠળ ગુજરાત ન્યાય યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. અને આ ન્યાય યાત્રાનો પ્રારંભ મોરબીથી આગામી 9 તારીખથી થવાનો છે તેને લઈને આજે મોરબીમાં સવારે 11:15 વાગ્યે જીગ્નેશભાઈ મેવાણીની સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે જેમાં ન્યાય યાત્રા કયા કયા વિસ્તારમાંથી કઈ રીતે આગળ વધશે. તેમજ રાષ્ટ્રીય નેતૃત્વ ક્યાંથી અને કેવી રીતે આ ન્યાય યાત્રામાં જોડાશે તેની માહિતી આપવામાં આવશે અને આ તકે મોરબી ઝુલતાપ દુર્ઘટનાના ભોગ બનેલા કેટલાક પરિવારો પણ ત્યાં હાજર રહેશે.

જે રીતે તા 111/8/1979 નો દિવસ કે જયારે મોરબીમાં હોનારત આવ્યું હતી તે દિવસને મોરબીના લોકો ક્યારેય ભૂલી શકે નહીં, તેવી જ રીતે તા 30/10/2022 નો દિવસ પણ મોરબીના લોકો ક્યારેય ભૂલી શકતો નહીં. કારણ કે, આ દિવસે મોરબીમાં મચ્છુ નદી ઉપર રજવાડાના સમયમાં બનાવવામાં આવેલ ઐતિહાસિક ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને આ ઝુલતો પુલ તૂટી પડવાના કારણે એક બે નહીં પરંતુ 135 જેટલા લોકોના મૃત્યુ નીપજયા હતા. જેમાં બાળકો, મહિલાઓ, સગર્ભા મહિલાઓ, વૃદ્ધો, યુવાનો સહિતનાઓનો સમાવેશ થાય છે. અને આ ઘટનાને પોણા બે વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં પણ આજની તારીખે દોષિતોને સજા કરવામાં આવી નથી અને આવી જ રીતે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર બનેલી ઘટનાઓમાં દોષિતોને સજા થયેલ નથી. ત્યારે ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે તે માટે થઈને ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત ન્યાય યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી ઝુલતાપુલ દુર્ઘટના, વડોદરા હરણી દુર્ઘટના, સુરતની તક્ષશિલા દુર્ઘટના તેમજ રાજકોટ ગેમઝોન ની દુર્ઘટના આવી અનેક ઘટનાઓ કે જેમાં અનેક લોકોના મૃત્યુ નીપજ્યા છે. અને ગુજરાત સરકારે તાકાલિક સીટની રચના કરી હોવા છતાં પણ આજની તારીખે દોષિતોને સજા થયેલ નથી ! ત્યારે ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે અને દોષિતોને સજા થાય તે માટે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની માહિતી આપવા માટે આજે મોરબીના સર્કિટ હાઉસ ખાતે 11:15 વાગ્યે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી તેમજ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયાની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા. 9 થી ગુજરાત ન્યાય યાત્રાનો મોરબીથી પ્રારંભ થવાનો છે તેની માહિતી આપવામાં આવશે. તેની સાથોસાથ આ ન્યાય યાત્રા કયા વિસ્તારમાં કઈ રીતે આગળ વધશે ?, તેમજ રાષ્ટ્રીય નેતૃત્વ આ ન્યાય યાત્રામાં ક્યારે ક્યાં અને કેવી રીતે જોડાશે તે સહિતની વિગતો જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે.






Latest News