મોરબી જેતપર રોડ પોલો સર્કલ પાસે પાણીના ટેન્કરે બાઈકને કચડ્યું-યુવાનનું મોત, ૧૦૮ ની ટીમે ઇજાગ્રસ્ત પાસેની મોટી રકમ પરિવારનો સુપ્રત કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ વાંકાનેર પાસે ચોરાઉ સી.એન.જી. રિક્ષા સાથે શખ્સ ઝબ્બે મોરબીના નગર દરવાજા ચોક પાસે ઈકો ગાડીના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત માળીયા (મી)ની રાખોડિયા વાંઢ નજીકથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે સ્કોર્પિયોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ


SHARE











મોરબીના બગથળા ગામે આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, મોરબી દ્વારા બગથળા ગામે પ્રાકૃતિક કૃષિ અંગે ક્લસ્ટર બેઝ તાલીમ યોજવામાં આવી હતી. જેમાં મોરબી તાલુકાના આસી. ટેકનોલોજી મેનેજર અશોક ડાભી દ્વારા પ્રાકૃતિક અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ અન્વયે જે ખેડૂતો ગાય નથી રાખતા અને પ્રાકૃતિક કૃષિ કરતા હોઈ તેના માટે ગૌમૂત્ર, જીવામૃત, ઘન જીવામૃત ગામમાં આવેલ શ્રીનકલંક ગૌશાળા માંથી મેળવી શકે તેના માટે પણ શ્રી નકલંક ગૌશાળાને પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત, ધન જીવામૃત બનાવવા તથા વિતરણ માટેની માળખાકીય સુવિધા માટે સહાય મેળવવા અરજી કરાવવામાં આવી હતી. આત્મા પ્રોજેકટનાં બ્લોક ટેકનોલોજી મેનેજર દિલીપ ઝાલરીયાએ સૌ ખેડૂત મિત્રોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ બાદ ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકટર, બ્લોક ટેકનોલોજી મેનેજર તથા આસી. ટેકનોલોજી મેનેજર દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત, ધન જીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા માટે સહાય યોજના અંતર્ગત બગથળા ગામે નકલંક ગૌશાળાની મુલાકાત લીધી હતી.






Latest News