મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં હિમસન આર્ટિસ્ટ ફેડરેશન દ્વારા મહંમદ રફીની પુણ્યતિથિએ સંગીત સંધ્યા યોજાઇ


SHARE







મોરબીમાં હિમસન આર્ટિસ્ટ ફેડરેશન દ્વારા મહંમદ રફીની પુણ્યતિથિએ સંગીત સંધ્યા યોજાઇ

મોરબીમાં હિમસન આર્ટિસ્ટ ફેડરેશન દ્વારા સ્વ. મહંમદ રફીની પુણ્યતિથિ નિમિત્તે બુધવારે રાત્રે 10 થી 12 સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહમદ રફીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને મોરબીના કલાકારો દ્વારા મોરબીના સરદાર રોડ ઉપર આવેલ દશા શ્રીમાળી વણિક ભોજનશાળા ખાતે મહમદ રફી, કિશોરકુમાર, લતા મંગેશકર સહિતના કલાકારોના એક થી એક ચડિયાતા ગીત મોરબીના સંગીત પ્રેમી લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, મોરબી સિરામિક એસો. પ્રમુખ હરેશભાઈ બોપલિયા, મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી સહિતના અનેક અગ્રણીઓ અને સંગીત તથા કલાપ્રેમીઓ હાજર રહ્યા હતા અને હિમસન આર્ટિસ્ટ ફેડરેશન દ્વારા મોહમ્મદ રફીની પુણ્યતિથિએ યોજાયેલ સંગીત સંધ્યાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મોરબીના લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સંસ્થાના ગુજરાતના પ્રમુખ રામભાઈ મહેતા, ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા અને સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ કિશન પટેલ દ્વારા જહમત ઉઠાવવામાં આવી હતી






Latest News