હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી-ટંકારામાં જુગારની પાંચ રેડ: સાત શખ્સો જુગાર રમતા પકડાયા


SHARE







મોરબી-ટંકારામાં જુગારની પાંચ રેડ: સાત શખ્સો જુગાર રમતા પકડાયા

ટંકારાના મોરબી નાકા પાસે દેવીપુજક વાસમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને સ્થળ ઉપરથી ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 11,700 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના દેવીપુજકવાસમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા કિરણભાઈ પ્રભુભાઈ કુંઢીયા (30), નાથાભાઈ ગોવિંદભાઈ કુંઢીયા (48) અને તુલસીભાઈ ગોરધનભાઈ કુંઢીયા (55) રહે. ત્રણેય દેવીપુજક વાસ ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 11,700 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં વાઘપરાના નાલા પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 360 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આરોપી તોફિકભાઈ હુસેનભાઇ લાખા (36) રહે. મોરબી વાળાની ધરપકડ કરી હતી. તે જ વિસ્તારમાં જુગારની બીજી રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા દર્શિતભાઈ મહેશભાઈ દક્ષિણી (36) રહે. જેલ રોડ ઇન્ડિયન બેંક સામે મોરબી વાળો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની પાસેથી 420 રૂપિયાની રોકડ કબજે કરી હતી.

મોરબીના કબીર ટેકરી શેરી નં-3 માં ચકલા પોપટના ચિત્ર વાળું પાનું રાખીને જુગાર રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો અને તેની પાસેથી 270 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આરોપી રમેશભાઈ ગોવિંદભાઈ આગેચણિયા (60) રહે. કબીર ટેકરી શેરી નં-3 મોરબી વાળાની ધરપકડ કરી હતી જ્યારે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક કડિયા બોર્ડિંગના ખૂણા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં વરલી જુગારના આંકડા લેતા મનોજભાઈ ઉર્ફે નાનુ ખીમજીભાઇ રાઠોડ જાતે રાજપુત (50) રહે. ત્રાજપર આઠ ઓરડી મોરબી વાળા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 2360 ની રોકડ કબજે કરી તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધેલ છે.






Latest News