મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા માધાપરવાડી શાળામાં ઊર્જા અંગે સેમિનાર યોજાયો


SHARE







મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા માધાપરવાડી શાળામાં ઊર્જા અંગે સેમિનાર યોજાયો

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે, બાળક વાંચેલું ભૂલી જાય છે, સાંભળેલું થોડું થોડું સમજાય છે પણ જોયેલું, સાંભળેલું અને જાતે કરેલું વ્યવસ્થિત સમજાઈ જાય છે.સમજપૂર્વકનું જ્ઞાન મેળવેએ માટે મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા અંગેનો સેમિનાર યોજાયો હતો.

શરૂઆતમાં લોકવિજ્ઞાન કેન્દ્રના સંચાલક દિપેનભાઈ ભટ્ટનું શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ પુસ્તક આપી આવકાર્યા હતા.ત્યારબાદ દિપેનભાઈ ભટ્ટે બંને શાળાના ધો.6 થી 8 ની વિદ્યાર્થીનીઓને સ્લાઈડ દ્વારા વિવિધ ઉર્જા સ્રોતો વિશે, પરંપરાગત ઉર્જા અને બિન પરંપરાગત ઉર્જા સ્રોતો વિશે સચિત્ર સમજ આપી વધુને વધુ પરંપરાગત ઉર્જા સ્રોતો જેવા કે સોલાર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા વિગેરેનો ઉપયોગ કરી બનતા સાધનો સોલાર રફ ટોપ, સોલાર વોટર, પવનચક્કી, સોલાર કુકર વગેરે સાધનો દ્વારા કુદરતી ઉર્જાનો ઉપયોગ કરવાની સમજ વિસ્તૃત સમજ આપી હતી.ત્યારબાદ વિદ્યાર્થીઓ કેટલું સમજ્યા ? કેટલું યાદ રહ્યું ? એ માટે  પ્રશ્નોતરી કરવામાં આવી જેમ કે  LED બલ્બનું પૂરું નામ શું છે ? બિન પરંપરાગત ઉર્જા શ્રોત માટે શું અસંગત છે ? સોલાર સેલ કઈ ધાતુમાંથી બને છે ? કઈ વનસ્પતિમાંથી બાયોડિઝલ બનાવી શકાય છે ? જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર હડિયલ પૂનમ જલારામભાઈને 500 રૂપિયા, દ્વિતિય નંબર પરમાર વંદના હંસરાજભાઈ, હેંસી દિલીપભાઈ પરમાર, ડાભી વિશ્વા યોગેશભાઈ ત્રણેયને બીજો નંબર સંયુક્ત રૂપે આવતા દરેકને 200 રૂપિયા પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા.સેમિનારને સફળ બનાવવા જયેશભાઈ અગ્રાવત, દયાળજીભાઈ બાવરવા, ચાંદનીબેન સાંણજા,નીલમબેન ગોહિલ અને હિતેશભાઈ બરાસરા વગેરેએ ખુબ જ જહેમત ઉઠાવી હતી






Latest News