મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે પાણીના વોકળામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના બેલા પાસે પાણીના વોકળામાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ પાણીના વોકળામાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું. જેથી તેના બોડીને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામે હાલ રહેતા રાકેશભાઈ ભચકભાઈ આદિવાસી (32) નામનો યુવાન બેલા ગામની સીમમાંથી પસાર થતા પાણીના વોંકળામાં કોઈપણ કારણોસર ડૂબી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના બોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવેલ છે.

બાઇક સ્લીપ

મોરબી નજીકના રંગપર ગામે રહેતા ઓધવજીભાઈ ગંગારામભાઈ અઘારા (65) નામના વૃદ્ધ બેલા અને તળાવિયા સનાળા ગામ વચ્ચેના રસ્તા ઉપરથી બાઇક લઈને પસાર થતા હતા. ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો. જેથી તેમને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી હતી.






Latest News