મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી લેબમાં મોકલાયેલ ચાર શંકાસ્પદ દર્દીના સેમ્પલમાંથી એકને ચંદિપુરા પોઝિટિવ, રિપોર્ટ પહેલા જ દર્દીનુ મોત


SHARE







મોરબી જિલ્લામાંથી લેબમાં મોકલાયેલ ચાર શંકાસ્પદ દર્દીના સેમ્પલમાંથી એકને ચંદિપુરા પોઝિટિવ, રિપોર્ટ પહેલા જ દર્દીનુ મોત

મોરબી જિલ્લામાંથી ચાંદીપુરાના શંકાસ્પદ ચાર દર્દીઓના પુનાની લેબમાં સેમ્પલ મોકલાવવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ આવી ગયેલ છે અને જે ચાર સેમ્પલ મોકલાવ્યા હતા તેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે જો કે, તે દર્દીનુ સેમ્પલ મોકલાવવામાં આવ્યું હતું ત્યારે જ મોત નીપજયું હતું અને તકેદારીના ભાગરૂપે હાલમાં ડસ્ટિંગ અને સ્પ્રે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરાના કેસ સામે આવી રહ્યા છે જેથી કરીને લોકોની ચિંતાના સતત વધારો થઇ રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારમાંથી ચાંદીપુરાના શંકાસ્પદ ચાર દર્દીઓના પુનાની લેબમાં સેમ્પલ મોકલાવવામાં આવ્યા હતા અને તે ચાર પૈકીના એક દર્દીનો ચાંદીપુરા પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે જો કે, બાકીના ત્રણ દર્દીઓનો રીપોર્ટ નેગેટિવ આવેલ છે તેવી માહિતી અધિકારી સૂત્ર પાસેથી જાણવા મળી રહી છે અને જે દર્દીનો ચાંદીપુરાનો રીપોર્ટ પોઝીટીવી આવ્યો છે તેની સેમ્પલ મોકલાવવામાં આવ્યું હતું ત્યારે જ અગાઉ સારવાર દરમ્યાન મોત થયુ હતુ.

હાલમાં મોરબી જિલ્લાના જે વિસ્તારમાંથી શંકાસ્પદ અને પોઝિટિવ ચાંદીપુરાના કેસ સામે આવ્યા છે તે વિસ્તારમાં ડસ્ટિંગ અને સ્પ્રે કરવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે અને હાલમાં મોરબી જિલ્લાના પાંચ પૈકીનાં મોરબી, હળવદ અને ટંકારા તાલુકામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડસ્ટિંગ અને સ્પ્રેની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને વધુમાં અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ ચાંદીપુરાનો એક શંકાસ્પદ દર્દી મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેના રિપોર્ટ માટે પુનાની લેબમાં સેમ્પલ મોકલાવ્યું છે.

વધુમાં મળી રહેલ માહિતી મુજબ અત્યાર સુધીમાં જે ચાર ચાંદીપુરાના શંકાસ્પદ કેસ સામે આવેલ છે તેમાંથી ત્રણ કેસ બહારના જિલ્લામાંથી મંજૂરી કરવા માટે મોરબી જિલ્લાના આવેલા પરિવારના બાળકોના હતા અને તેમાંથી બે પરિવાર મોરબી તાલુકાનાં કારખાનામાં કામ કરતાં હતા અને એક પરિવાર ટંકારા તાલુકાનાં વાડી વિસ્તારમાં કામ કરતું હતું. અને જો કે, મોરબી તાલુકાનાં ચાંચાપર ગામે રહેતા પરિવારના એક બાળકને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં તેની તબિયત પણ સારી હોવાનું જાણવા મળેલ છે.






Latest News