મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ સબંધનો ખાર રાખીને યુવાનના પિતાને યુવતીના પિતા સહિત ત્રણ શખ્સે માર માર્યો: મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં પ્રેમ સબંધનો ખાર રાખીને યુવાનના પિતાને યુવતીના પિતા સહિત ત્રણ શખ્સે માર માર્યો: મારી નાખવાની ધમકી

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે રહેતા યુવાનને જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તેના લગ્ન થઈ ગયા હતા. તેમ છતાં પણ તે યુવાન તે યુવતીને ફોન અને મેસેજ કરતો હતો જેથી યુવતીના પિતાએ યુવાનના પિતાને ગાળો આપીને ઢીકાપાટુ તેમજ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. તેમજ એક મહિલાને પણ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલા આધેડે હાલમાં ત્રણ શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા દેવજીભાઈ મગનભાઈ ઉભડીયા જાતે અનુ. જાતી (55)એ હાલમાં અરવિંદભાઈ ઉકાભાઇ ચૌહાણ રહે. નજરબાગ રોડ જીવરાજ પાર્ક સોસાયટી મોરબી, જેસીંગભાઇ ચૌહાણ અને અશ્વિનભાઈ ચૌહાણની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરિયાદીના દીકરાને આરોપી અરવિંદભાઈની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો અને અરવિંદભાઈની દીકરીના લગ્ન થઈ ગયા છે તેમ છતાં ફરિયાદીનો દીકરો તેને ફોન અને મેસેજ કરતો હતો જેથી અરવિંદભાઈ ચૌહાણએ ફરિયાદીને ગાળો આપી હતી અને ઢીકાપાટુ તેમજ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. અને સાહેદ હીરાબેનને પણ માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. જેથી ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવતીના પિતા સહિત કુલ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

યુવાનનું મોત

મોરબીના લીલાપર ગામ નજીક આવેલ રાઘવ કોમ્પ્લેક્સમાં આલીશાન મેહરાજભાઈ અહમદ (23) નામનો યુવાન તા.22 ના રાતે દસેક વાગ્યાના અરસામાં સૂતો હતો અને બીજે દિવસે સવારે સાડા નવ વાગ્યા સુધી કોઈપણ કારણોસર તે રૂમમાંથી બહાર આવ્યો ન હતો અને તેનું રૂમમાં જ મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને અજહરખાન કમરૂદ્દીનખાન પઠાણ રહે. રાઘવ કોમ્પ્લેક્સ લીલાપર વાળો મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની તપાસ એસ.વી.સોલંકી કરી રહ્યા છે.






Latest News