મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે શાળામાં વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબીના પાનેલી ગામે શાળામાં વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઇ

તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા શ્રી પાનેલી માધ્યમિક શાળા ખાતે વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમાકુ નિષેધ ચિત્ર સ્પર્ધામાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ચિત્ર સ્પર્ધામાં વિજેતા થનાર ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. અને ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને અંતે આયુષ્યમાન આરોગ્ય મંદિર લાલપરના ડો. દર્શન ખત્રી તેમજ કર્મચારી દિલીપભાઈ દલસાણીયા  દ્વારા તમાકુના સેવનથી થતી નુકશાની વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પાનેલી માધ્યમિક શાળાના આચાર્ય  આશિષભાઇ ચાપાણી તેમજ પીએચસીના દીપકભાઈ વ્યાસ, સોનલબેન શિયાળિયા, ભાવનાબેન ચાવડા સહિતને જહેમત ઉઠાવી હતી.






Latest News