મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડે અમુલના પાર્લર પાસે ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સ ઝડપાયા


SHARE







મોરબીના સનાળા રોડે અમુલના પાર્લર પાસે ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સ ઝડપાયા

મોરબીના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે અમુલના પાર્લર નજીક બેઠા બેઠા મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટ મેચ જોઈને તેના ઉપર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સને પોલીસે ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોકડા રૂપિયા તથા ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને 17,250 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ નાયરાના પેટ્રોલ પંપ પાસે શેરીના ખૂણે આવેલા અમૂલ પાર્લરના ઓટલા ઉપર બેઠેલા બે શખ્સો મોબાઇલ ફોનમાં betbox247.com ની આઈડી મેળવીને અન્ય ગ્રાહકો સાથે ફોન ઉપર ક્રિકેટ મેચમાં હાર જીતનો સટ્ટો રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તમિલનાડુ પ્રીમિયર લીગની મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા મળી આવેલ શખ્સો પાસેથી 2,250 ની રોકડ તથા 15,000 રૂપિયાની કિંમતના ત્રણ મોબાઇલ ફોન આમ કુલ મળીને 17,250 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કાસમભાઈ મામદભાઈ દલ જાતે સંધિ મુસ્લિમ (50) રહે. વજેપર શેરી નં-5 રામજી મંદિરની સામે મોરબી તથા જયેન્દ્રસિંહ નવુભા ઝાલા જાતે દરબાર (49) રહે. નાયરાના પેટ્રોલ પંપની પાછળ ભક્તિનગર સર્કલ પાસે ઉમિયા આશ્રમની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન  પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News