ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના બ્રાહ્મણી નદીના પુલ ઉપરથી 46 બોટલ દારૂ અને બાઇક સાથે મોરબીના બે શખ્સ પકડ્યા


SHARE











હળવદના બ્રાહ્મણી નદીના પુલ ઉપરથી 46 બોટલ દારૂ અને બાઇક સાથે મોરબીના બે શખ્સ પકડ્યા

હળવદ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ બ્રાહ્મણી નદીના પુલ પાસેથી પસાર થઈ રહેલા બાઇકને રોકીને બાઈક ઉપર જઈ રહેલા બે શખ્સોને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની નાની 46 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે બાઈક અને દારૂ મળીને 14,600 ની કિંમતના મુદ્દામાલ સાથે મોરબીના બે શખ્સની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સુંદરગઢ ગામની સીમમાંથી હળવદથી મોરબી તરફ આવવાના રોડ ઉપર બ્રાહ્મણી નદીના પુલ ઉપરથી યામાહા કંપનીનું બાઈક નંબર જીજે 3 પી 4480 લઈને બે શખ્સો પસાર થઈ રહ્યા હતા ત્યારે તે ડબલ સવારી બાઈકને રોકીને પોલીસ દ્વારા બંને શખ્સને ચેક કરવામાં આવતા તે બંને પાસેથી દારૂની નાની 46 બોટલો મળી આવતા પોલીસે 4600 ની કિંમતનો દારૂ તથા 10,000 રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને 14,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વિષ્ણુભાઈ ટપુભાઈ જાસલીયા જાતે કોળી (26) રહે. મહાકાળી ઓઇલ મીલ પાછળ વીસીપરા મોરબી અને નિશાંત ભુપતભાઈ દંતેશ્વરીયા જાતે કોળી (18) રહે. જનકપુરી ચોક ઘૂટું ગામ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 400 ની કિંમતને દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી અવતારસિંહ મહેન્દ્રસિંહ સિંગ જાતે શીખ (45) રહે. રેલવે ફાટક પાસે વાધરવા વાળાની ધરપકડ કરી માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News