મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં કિન્નરોને શારીરિક-માનસિક ત્રાસ, મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં કિન્નરોને શારીરિક-માનસિક ત્રાસ, મારી નાખવાની ધમકી

મોરબીમાં કિન્નરોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને તેને ધમકીઓ આપવામાં આવે છે જેથી કરીને કિનારો દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મોરબી બહારના કિન્નર સમાજના માથાભારે ઈસમો સામે ફરિયાદ લઈને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબીમાં કિન્નર સમાજ દ્વારા હાલમાં મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશને લેખિત અરજી ફરિયાદ આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, જામનગર, ગોંડલ, રાજકોટ, પડધરી સહિતના સ્થળોએ રહેતા ૧૧ જેટલા કિન્નર સમાજના ઇસમો તેઓને હેરાન પરેશાન કરે છે અને સામાવાળાઓ પણ કિન્નર સમાજના છે. જે ખોટી રીતે હેરાન કરીને ધમકી આપે છે. જેથી ગોધરા, મોરબી અને ચોટીલાના કિન્નર સમાજના અરજદારોએ સામાવાળાઓની સામે અગાઉ પણ રાજકોટમાં ગુનો દાખલ થયેલ છે ત્યારે તેઓની સામે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

વધુમાં માહિતી આપતા અરજદારોએ જણાવ્યુ હતું કે, તેઓને ટેલીફોનીક ધમકી આપવામાં આવે છે અને તમે ગોધરા કે અન્ય કોઈપણ સ્થળે ગુજરાત કે ગુજરાત બહાર સંમેલનમાં ભેગા થશો તો તમારા ઉપર હિંસક હુમલો કરાવીશું અમારા સમાજમાં કોઈ જાતિનો ભેદભાવ હોતો નથી ચુસ્ત સનાનત ધર્મ નિભાવીએ છીએ. છતાં સામાવાળાઓ ખોટી રીતે અપમાનજનક શબ્દો બોલે છે અને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપે છે. અને કિન્નર સમાજ છોડીને જતા રહો નહીં તો મારી નાખવાની ધમકી આપે છે.






Latest News