મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૪૦ ગામોની આકસ્મિક મુલાકાત દરમ્યાન તલાટી, શિક્ષક, મેડીકલ ઓફીસર સહિત ૧૨ ઘેરહાજર !


SHARE







મોરબી જિલ્લામાં ૪૦ ગામોની આકસ્મિક મુલાકાત દરમ્યાન તલાટી, શિક્ષક, મેડીકલ ઓફીસર સહિત ૧૨ ઘેરહાજર !

મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી તેમજ ડીડીઓ જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાઓ ૪૦ અધિકારીઓ દ્વારા મોરબીના તમામ તાલુકાના જુદા જુદા ગામોની આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી. જેમા મોરબી તાલુકાના ૦૯ ગામો, વાંકાનેર તાલુકાના ૦૬ ગામો, ટંકારા તાલુકાના ૧૧ ગામો, માળીયા(મી) તાલુકાના ૦૭ ગામો, હળવદ તાલુકાના ૦૮ ગામોની મુલાકાત કરેલ છે.

મોરબી જિલ્લાના છેવાડાના ગામના માનવી સુધી આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, ગ્રામ પંચાયત, આંગણવાડી, સસ્તા અનાજની દુકાન, પશુ દવાખાના, બેકિંગ સેવા, સિંચાઈ તેમજ પિવાના પાણીની રોડ રસ્તા સહિત સરકારની વિવિધ સેવાઓનો લાભ મળે મળે છે કેમ ? તે મુલાકાત દરમ્યાન ચેક કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં સરકારના સંબંધિત વિભાગના અધિકારી અને કર્મચારી સમયસર પોતાની ફરજ પર આવે છે કે કેમ ? લોકોને તેમની સેવાનો યોગ્ય લાભ મળે છે કે કેમ? તે બાબતની તપાસ કરવામાં આવી હતી. તેમજ મધ્યાહન ભોજનમાં સરકારએ નિયત કરેલ મેનુ પ્રમાણે બાળકોને ભોજન આપવામા આવે છે કે કેમ?, આંગણવાડીમાં સવારે ગરમ નાસ્તો અને બપોરે ગરમ ભોજન આપવામા આવે છે કે કેમ? તેની પણ તપાસ કરવામાં આવી હતી.

આરોગ્યલક્ષી સેવાઓ નિયમિત અને યોગ્ય રીતે પૂરી પાડવામાં આવે છે કે કેમ? અને ગામની મુલાકાત દરમ્યાન ગામના સરપંચ, સભ્યઓ તથા આગેવાનો સાથે બેઠક યોજી ગામને સરકારની કઈ સુવિધાઓ અને યોજનાઓની જરૂરીયાત છે તેની ચર્ચા કરી તેમને પડતી મુશ્કેલીઓ અને તેમના પ્રશ્નોની રજુઆત મેળવવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો તરફથી ગામના નવા રસ્તા, શહેર સાથે જોડતા નવા રોડ, પુલ બનાવવા તેમજ ગામમા સિંચાઈ માટે નિયમીત વિજળી પાણી તેમજ ગામ માટે પીવાના પાણીના આધુનિક ટેકનોલોજીના સંપ બનાવવાની મુખ્ય રજુઆત મળી છે.

આ મુલાકાત દરમ્યાન જુદાજુદા ગામમાં બે ગામના તલાટી-કમ મંત્રી, એક ગામના શિક્ષક, બે ગામના સસ્તા અનાજના દુકાનદાર, એક ગામના મેડીકલ ઓફીસર, બે ગામના આંગણવાડીના સંચાલક, એક ગામના જુનીયર ફાર્માસીસ્ટ, લેબર ટેકનીશીયન, સી.એચ.ઓ., એમ.પી.એચ.ડબલ્યુ ફરજ ઉપર હાજર મળેલ ન હતા તેઓ વિરૂધ્ધ શિસ્ત વિષયક પગલા લઈ  યોગ્ય કાર્યવાહી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે અધિકારીઓને ગામની મુલાકાત માટે મોકલવામા આવ્યા છે તે જ અધિકારીને પુનઃ ૪૫ દિવસ બાદ તે ગામના લિધેલ પ્રશ્નો બાબતે શુ કાર્યવાહી થઈ છે અને તેમની રજુઆતના પ્રશ્નોની કેટલી પ્રગતિ થયેલ છે તેની ચકાસણી કરવા પુનઃ મોકલવામા આવશે. તેવું જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.






Latest News