મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મકનસર ગામે યુવાનને ટ્રેક્ટરમાંથી નીચે ફેંકી ઉપરથી ટ્રેક્ટર ફેરવી દઈને યુવાનની હત્યા : ત્રણ સામે ફરિયાદ


SHARE







મોરબીમાં મકનસર ગામે યુવાનને ટ્રેક્ટરમાંથી નીચે ફેંકી ઉપરથી ટ્રેક્ટર ફેરવીને યુવાનની હત્યા: ત્રણ સામે ફરિયાદ

મોરબીના મકનસર ગામનો યુવાન ટ્રેક્ટરમાં બેઠો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેને નીચે ફેંકી દીધો હતો. અને ત્યાર બાદ તે યુવાન ઉપર ટ્રેક્ટર ચડાવી દીધું હતુ જેથી યુવાનને ગંભીર ઈજા થવાથી તેનું ટૂંકી સારવારમાં મોત નીપજયું હતું ત્યાર બાદ પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો હતો અને આ મામલે હાલમાં મૃતકના પિતાની ફરિયાદ લઈને પોલીસે ત્રણેય શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવા મકનસર ગામે રહેતા ગંગારામભાઈ ચકુભાઈ મકવાણા (72)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ટ્રેક્ટર વાળા ગોરધનભાઈ મગવાણીયા રહે. પ્રેમજીનગર અને બે અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ત્રણ સામે ફરિયાદ કરેલ છેજેમાં જણાવ્યુ છે કે, ગત તા. 16 જુલાઈના રોજ ઘરે હતા અને બાળકો ઘર પાસે રમતા હતા ત્યારે તેઓનો પૌત્ર ધાર્મિક દરવાજા પાસે હતો ત્યારે તેને બાળકોએ કહ્યું હતું કે, તારા પ્રકાશ કાકા પાણીના ટાંકા પાસે પડ્યા છે. અને લોહી નીકળે છે. જેથી પરિવારના લોકો ત્યાર ગયા હતા અને ફરિયાદીના દીકરા પ્રકાશ મકવાણા (34)ને લોહી નીકળતું હતુ જેથી તેને બેભાન હાલતમાં 108 મારફતે મોરબીની સરકારી હોસ્પિટલે લઇને આવ્યા હતા ત્યાર ટૂંકી  સારવારમાં તેનું મોત નીપજયું હતું.

વધુમાં ફરિયાદી જણાવ્યુ હતું કે. સ્થળ ઉપર લોકો કહેતા હતા કે તેનો દીકરો પ્રકાશ અને બે અજાણ્યા માણસો ગોરધનભાઈના ટ્રેક્ટર ઉપર બેઠા હતા ત્યારે ગોરધનભાઈ સાથેના માણસોએ પ્રકાશને ટ્રેક્ટર પરથી ફેંકી દીધો હતો અને ગોરધનભાઈએ પ્રકાશ પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું જેથી તેને ગંભીર ઇજા થતાં તેની મોત નીપજયું છે. જેથી પોલીસે મૃતકના પિતાની ફરિયાદ આધારે હાલમાં ટ્રેક્ટર વાળા ગોરધનભાઈ અને તેની સાથે રહેલા બીજા બે શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.


રિક્ષા પલટી
ટંકારાના સાવડી ગામ પાસે સીએનજી રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી તેમાં બેઠેલા પાંચ લોકોને ઈજા થતાં તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને હાલમાં મળી રહેલ માહિતી મુજબ મોરબીનો મુસ્લિમ પરિવાર મોરબીથી ધ્રોલ તાજીયા જોવા જતો હતો ત્યારે ટંકારના સાવડી ગામ નજીક  રીક્ષા પલટી મારી ગઈ હતી. જેથી આ અકસ્માતનો બનાવ બનેલ છે જેમાં પાંચ લોકોને ઇજા થયેલ છે અને આ ઇજાગ્રસ્તોને ટંકારા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને આ બનાવની ટંકારા પોલીસને જાણ કરી છે.   #morbitoday 






Latest News