મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે ગુર્દાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયેલા યુવાનનું મોત


SHARE











મોરબીના મકનસર ગામે ગુર્દાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયેલા યુવાનનું મોત

મોરબી તાલુકાના નવા મકનસર ગામે રહેતા યુવાનને ગઈકાલે સાંજે ગુર્દાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં 108 વડે સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાં એકાદ કલાકની ટૂંકી સારવાર દરમિયાન આ યુવાનનું મોત નિપજયુ હતુ.જેથી કરીને હાલ બનાવની નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે તાલુકા પોલીસ દ્રારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા મકનસર ગામે રહેતા પ્રકાશભાઈ ગંગારામભાઈ મકવાણા નામના 40 વર્ષીય યુવાનને ગામમાં આવેલા પાણીના ટાંકા પાસેથી ગુર્દાના ભાગે ઇજા પામેલ હાલતમાં 108 વડે તેમના પિતા દ્વારા સારવાર માટે અહીંની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.તા.૧૬-૭ ના સાંજના છએક વાગ્યાના અરસામાં તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં એકાદ કલાકની ટુંકી સારવાર દરમિયાન ગઈકાલ સાંજના સાતેક વાગ્યે પ્રકાશભાઈ મકવાણા નામના યુવાનનું મોત નીપજ્યું હતું.હાલ હોસ્પિટલમાંથી આવેલી યાદી આધારે તાલુકા પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને આ બાબતે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.એમ.બગડા આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.ખરેખર બનાવ શું છે..? કયા કારણોસર મૃતક યુવાનને ગુર્દાના ભાગે ઇજાઓ થયેલ છે..? તે સહિતની બાબતો માટે તાલુકા પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના માથક ગામે રહેતા વિનુબા દશરથસિંહ ઝાલા નામના 51 વર્ષીય વૃદ્ધાને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.વધુમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વિનુબા કોઈ કારણોસર એસિડ પી ગયા હોવાથી તેઓને સારવાર માટે અત્રે લાવવામાં આવ્યા હતા.હાલ પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે હળવદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના ઘુંટુ ગામે રહેતા કાજલબેન ગુલાબભાઈ દેવીપુજક નામની 25 વર્ષીય મહિલાને હળવદ રોડ ઉપર આવેલ આઈટીઆઈ પાસે મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા બનાવની હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.તે રીતે જ તાલુકાના ધુળકોટ ગામે પણ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ધુળકોટ ગામના ભરતભાઈ કાળુભાઈ પરમાર નામના યુવાનને ઇજાઓ થતા તેને પણ સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જેથી હોસ્પિટલમાંથી યાદી આવતાં હાલ તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરા મારામારીના કારણ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રએ જણાવેલ છે.






Latest News