મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં વીજ શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE







વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં વીજ શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં ગટરની સફાઈ કામ દરમિયાન એસીના કમ્પ્રેસરને અડી જતા યુવાનને વીજ શોર્ટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ઇન ડિઝાઇન સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો રેગોભાઈ સીદીલભાઈ સવાઈયા (30) કારખાનામાં ગત તા. 11/7 ના રાત્રે 9:30 વાગ્યાના અરસામાં ગ્લેઝની ગટર સફાઈ કરતો હતો ત્યારે બાજુમાં એસી કમ્પ્રેસરને અડી જતા તેને વીજ શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનો ગઈકાલે સાંજે 5:30 વાગ્યાના અરસામાં મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક બોટલ દારૂ

વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 375 ની કિંમતની દારૂની બોટલ સાથે ગોરધનભાઈ પભાભાઈ બાવળીયા જાતે કોળી (32) રહે. સિરામિક સિટી એ-2 બ્લોક નં. 401 મોરબી મૂળ રહે. મોટા કાંધાસર તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળી કાર્યવાહી હાથ ધરી છે






Latest News