મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લોકો હવે હવામાનની માહિતી સરળતાથી ઓનલાઈન એપ્લીકેશન્સથી મેળવી શકશે


SHARE







મોરબી: લોકોને હવામાનની માહિતી સરળતાથી ઓનલાઈન એપ્લીકેશન્સથી મેળવી શકશે

હાલ ડિજીટલ યુગની સાથે લોકો પણ ડિજીટલ બની રહ્યા છે. પ્રવર્તમાન સમયમાં લગભગ તમામ માહિતી અને કામગીરી આંગળીના ટેરવે શક્ય બની છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હવામાન વિશેની સચોટ માહિતી ત્વરિત મોબાઈલમાં જ ઉપલબ્ધ બની રહે તેવા હેતુથી વિવિધ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

વર્ષાઋતુને ધ્યાનમાં રાખી હવામાન વિભાગ દ્વારા 'મોસમ એપ્લીકેશન', 'દામિની એપ્લીકેશન', 'મેઘદૂત એગ્રો એપ્લીકેશન' અને 'પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લીકેશન' જેવી એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. IMDની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ આ મોબાઈલ એપ્લીકેશન વરસાદની આગાહી, વીજળીથી બચાવ, ખેતી માટે ઉપયોગી છે.

'મોસમ એપ્લીકેશન' મારફતે લોકોને હવામાનની આગાહી, રડાર ફોટોસ વગેરેની માહિતી મેળવી શકે છે. 'દામિની એપ્લીકેશન' આકાશમાં તોળાઇ રહેલી આપતિ વીજળી વિશે અગાઉથી માહિતી મેળવવામાં મદદ કરે છે. 'મેઘદૂત એગ્રો એપ્લીકેશન' મારફતે ખેડુતોને હવામાનની માહિતી આધારે પાકની સલાહ તેમજ અન્ય મહત્વપુર્ણ માહિતી પોતાની સ્થાનિક ભાષામાં જ મળી રહે છે.

'પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લીકેશન' મારફતે યુઝર્સ પોતાનો અભિપ્રાય શેર કરી શકે છે. ખેડૂતો સહિત તમામ નાગરીકોને આ એપ્લીકેશનની મદદથી વરસાદ, વાવાઝોડું, બચાવ વગેરે અંગેની માહિતી તેમના ખીસામાં જ મળી રહેશે. જ્યારે પણ લોકો ઈચ્છે ત્યારે પ્રવર્તમાન હવામાનની માહિતી સરળતાથી મેળવી શકશે.






Latest News