મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર ના માટેલ નજીક આવેલ કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE











વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનનું મોત નિપજ્યુ હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરી હતી જોકે બનાવો વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ઇન ડિઝાઇન નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા રેંગો સીડીયુ સવૈયા (૩૧) નામના યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નિપજયુ હતુ ત્યારબાદ યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની પ્રથમ મોરબી  ડિવિજન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવો વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે

અકસેનાતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રામજી મંદિર પાસે રહેતા મધુબેન રમેશભાઈ કંઝારિયા (૩૮) અને રમેશભાઈ કુંવરજીભાઈ કંઝારિયા (૫૩) નામના બંને વ્યક્તિઓ બાઈક ઉપર મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર અકસ્માતે તેનું બાઈક સ્લીપ થતા અકસ્માતના બનાવમાં બંનેને ઇજા થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિજનલ પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા ગોદાવરીબેન જસમતભાઈ ઠોરીયા (૭૨) તેના પૌત્રના બાઈકમાં પાછળના ભાગે બેસીને પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર ત્યાં બાઇક સ્લીપ થયું હતું જે બનાવમાં ગોદાવરી બેનને ઇજાઓ થઇ હોય તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાગ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતો બસીરભાઈ અકબરભાઈ પઠાણ (૨૪) નામનો યુવાન મોરબીના વિસ્તારમાં આવેલ જનનીની હોસ્પિટલ પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News