મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

છેલ્લી 24 કલાકમાં મોરબી અને ટંકારામાં પોણો-માળીયામાં દોઢ ઇંચ વરસાદ: સિઝનનો સૌથી વધુ વરસાદ ટંકારામાં


SHARE







છેલ્લી 24 કલાકમાં મોરબી અને ટંકારામાં પોણો-માળીયામાં દોઢ ઇંચ વરસાદ: સિઝનનો સૌથી વધુ વરસાદ ટંકારામાં

મોરબી જિલ્લા 24 કલાકથી અસહાય બફારો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો માળીયા તાલુકામાં દોઢ અને મોરબી તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધેયલ છે બીજા તાલુકામાં નજીવો વરસાદ પડ્યો હતો. જો કે, સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધી 14 ઇંચ વરસાદ ટંકારા તાલુકામાં નોંધાયેલ છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં હજુ પણ મેઘરાજા હાઉકલી કરી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કેમ કે, ગઇકાલે આખા દિવસમાં બે તાલુકાને બાદ કરતાં ત્રણ તાલુકામાં નજીવો વરસાદ નોંધાયેલ છે હાલમાં મોરબી જિલ્લાના કન્ટ્રોલ રૂમમાંથી મળી રહેલ માહિતી મુજબ છેલ્લા 24  કલાકમાં માળીયા મિયાણામાં 39 મીમી, મોરબીમાં 22 મીમી, ટંકારામાં 19 મીમી, વાંકાનેરમાં 18 મીમી અને હળવદ તાલુકામાં 5 મીમી વરસાદ નોંધાયેલ છે. અત્રે ઉલેખનીય છે કે, સિઝનના કુલ વરસાદની વાત કરીએ તો માળીયા મિયાણામાં 83 મીમી, મોરબીમાં 287 મીમી, ટંકારામાં 355 મીમી, વાંકાનેરમાં 147 મીમી અને હળવદ તાલુકામાં 168 મીમી પડ્યો છે.






Latest News