મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના વાંકડા ગામે ગૌશાળામાં ડીડીઓએ ૧૨૫ વૃક્ષો વવાયા


SHARE







મોરબીના વાંકડા ગામે ગૌશાળામાં ડીડીઓએ ૧૨૫ વૃક્ષો વવાયા

મોરબીના ડીડીઓ જે.એસ. પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલી પહેલ અન્વયે મોરબી તાલુકાના વાંકડા ગામ ખાતે ગૌશાળાના પરિસરમાં ૧૨૫ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. અને પ્રદૂષણ, પર્યાવરણની સમતુલા વગેરેના કારણે વાતાવરણમાં આવતા તફાવતોને ધ્યાનમાં લઇ ઉપરાંત મોરબી જિલ્લો ઔદ્યોગિક રીતે અગ્રેસરો હોવાના કારણે વાતાવરણમાં શુદ્ધિ જળવાઈ રહે તે માટે ડીડીઓ જે.એસ. પ્રજાપતિ દ્વારા તમામ ગામમાં ઓછામાં ઓછા ૧૦૦ વૃક્ષ વાવી તેની જાળવણી કરવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વૃક્ષોની જાળવણી માટેની જવાબદારી પણ સંબંધીત ગ્રામ પંચાયત તેમજ જિલ્લામાંથી નોડલ અધિકારી પસંદ કરી તેમને સોંપવામાં આવી છે. હાલમાં વાંકડા ગામ ખાતે ગામ લોકોના સંયુક્ત સહયોગથી ચાલતી ગૌશાળા ખાતે ગામના સરપંચ ડાયાભાઈ ઘોડાસરા તેમજ તલાટી મંત્રી વિશાલભાઈ અવાડિયાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગ્રામજનો ડાયાલાલ વડગાસીયા,  ભીખાલાલ વડગાસીયા,  કેતનભાઇ વડગાસીયા સહિત હાજર રહ્યા હતા અને ગૌશાળાના પરિસરમાં ૧૨૫ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.






Latest News