મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના જામસર ગામે ખેતર નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી: હત્યાની આશંકા


SHARE







વાંકાનેરના જામસર ગામે ખેતર નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી: હત્યાની આશંકા

વાંકાનેર તાલુકાના જામસર ગામ પાસે ખેતર નજીકથી અજાણ્યા 35 થી 40 વર્ષના પુરુષની લાશ મળી આવેલ છે અને તેના શરીર ઉપર ઈજાના નિશાન જોવા મળી રહ્યા હોવાથી હાલમાં તેના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા અને ખેતી કામ કરતા પથુભાઈ ભનુભાઈ દેલવાણીયા જાતે કોળી (46)એ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી કે, જામસર ગામ નજીક લખમણભાઇ રૂપાભાઈના મકાન પાસે ખેતરમાં અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનનો મૃતદેહ પડેલ છે જેથી કરીને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનની બોડી ઉપર ઇજાના નિશાન જોવા મળતા હતા જેથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને મૃતક યુવાનનું કુદરતી રીતે મૃત્યુ થયું છે કે, પછી તેની હત્યા કરવામાં આવી છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

માર માર્યો

મોરબીના સોઑરડી નજીક આવેલા વરિયાનગર વિસ્તારમાં રહેતા શૈલેષ બેચરભાઈ મકવાણા (30) નામના યુવાનને પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં વાહન બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે તેને માર મારવામાં આવતા યુવાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યાં તેને સારવાર આપીને બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી






Latest News