મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે ખેતીના રસ્તા બાબતે ખેડૂત અને તેના ત્રણ દીકરાઓને માર માર્યો: ગન બતાવીને મારી નાખવાની ધમકી


SHARE







ટંકારાના ઓટાળા ગામે ખેતીના રસ્તા બાબતે ખેડૂત અને તેના ત્રણ દીકરાઓને માર માર્યો: ગન બતાવીને મારી નાખવાની ધમકી

ટંકારાના ઓટાળા ગામે ખેતીની જમીનમાં જવાના રસ્તા બાબતે મામલતદાર કચેરીમાં કેસ કરવામાં આવેલ છે જે બાબતનો રોષ રાખીને જમીન લેનાર શખ્સે અન્ય સાત શખ્સોને સાથે રાખીને લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો અને ત્યારે ખેડૂત અને તેના ત્રણ દીકરાને માર માર્યો હતો તેમજ આરોપીએ તેની લાયસન્સ ગન બતાવીને ખેડૂત તેમજ તેના ત્રણ દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં ઇજાગ્રસ્તોએ સારવાર લીધા બાદ ખેડૂતના દીકરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાની કોશિશ અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા નિકુલભાઇ નરભેરામ ઘોડાસરા જાતે પટેલ (29)એ હાલમાં રોહિતભાઈ નાનજીભાઈ ફાંગલીયા રહે. વાંછકપર તાલુકો ટંકારા તથા તેની સાથે આવેલા સાત શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની ઓટાળા ગામની સીમમાં જમીન આવેલ છે અને તેની બાજુમાં બેચરભાઈની જમીન હતી જે તેઓએ આરોપી રોહિતભાઈને વેચી દીધેલ છે અને ફરિયાદીને પોતાની જમીનમાં જવાનો રસ્તો હતો તે રસ્તો આરોપી રોહિતભાઈએ બંધ કરી દીધો હતો જે બાબતે મામલતદાર કચેરીમાં કેસ કરેલ છે જે તેને સારું નહીં લાગતા લોખંડના પાઇપ વડે ફરિયાદીને મારી રાખવાના ઇરાદે તેના માથાના પાછળના ભાગમાં પાઇપનો જીવલેણ ઘા માર્યો હતો અને તેના હાથ ઉપર પણ પાઇપ વડે માર મારીને ઇજા કરી હતી તેની સાથે આવેલા શખ્સોએ ફરિયાદીને ધોકા વડે વાસા, બંને પગ અને કમરના ભાગે માર મારીને ઇજા કરી હતી

તેમજ ત્યાં હાજર રહેલા ફરિયાદીના ભાઈ વિશાલભાઈને આરોપી રોહિતભાઈએ લોખંડના પાઇપ વડે હાથમાં માર મારીને ઇજા કરી તો ફરિયાદીના ભાઈ કાનજીભાઈને લાકડાના ધોકા વડે છાતીના અને પેટના ભાગે માર માર્યો અને ફરિયાદીના પિતા નરભેરામભાઈને આરોપીઓએ ધક્કો મારીને પાડી દીધા હતા ત્યારબાદ રોહિતભાઈએ તેની પાસે રહેલ લાયસન્સ વાળી ગન બતાવીને સાહેદ તથા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા ચારેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ હાલમાં નિકુલભાઇ ઘોડાસરએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રોહિતભાઈ ફાંગલિયા સહિતનાઓની સામે હત્યાની કોશિશ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News