ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ પાવડીયારી કેનાલ નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટ લેતા યુવાનનું મોત


SHARE











મોરબીના જેતપર રોડ પાવડીયારી કેનાલ નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટ લેતા યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી કેનાલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક લઈને જતાં યુવાનને ટ્રકના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઇજા પામેલ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને બનાવ અંગે જાણ થતા હાલ તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરાયેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશનો અને હાલ છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં રહીને સિરામિકમાં મજૂરી કામ કરતો ગજેન્દ્રભાઈ નંદલાલભાઈ બારસ્કર જાતે બહેરા (29) રહે. હાલ લોરીસન સિરામિક લેબર કવાટર પાવળીયારી કેનાલ પાસે જેતપર રોડ મોરબી વાળો ગત તા.19-6 ના બપોરના સમયે બાઇક લઈને જતો હતો.ત્યારે પાવળીયારી નજીક આવેલ સનવિસ સિરામિક પાસે ટ્રકના ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું.આ અકસ્માત બનાવમાં ગંભીર ઇજાઓ થવાથી ગજેન્દ્રભાઈ નંદલાલભાઈ બારસકર નામના મજૂર યુવાનનું મોત નિપજયુ હતું.જેથી તેના ડેડબોડીને પીએમ માટે અત્રેની સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યું હતું. જેથી મોરબી તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તે બીટ વિસ્તારના જમાદાર વિજયભાઈ ડાંગર દ્વારા આ અકસ્માત બનાવની નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે તેમ તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહનમાંથી પડી જતા ઈજા

મોરબી તાલુકાના અમરનગર ગામે રહેતા જીતેન્દ્રસિંહ ફતેસિંહ જાડેજા નામના 40 વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબી તાલુકા પોલીસ સુત્રો દ્વારા આ બાબતે જણાવવામાં આવ્યા મુજબ કેરાળા ગામના પાટીયા પાસેથી તે બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો.ત્યારે બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા જીતેન્દ્રસિંહ જાડેજાને ઇજાઓ થવાથી સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો.હાલ આ બનાવ અંગે નોંધ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વધુ પડતી ટીકડીઓ ખાઈ જતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયાળી નજીક આવેલ વોલેસરા સીરામીક નામના યુનિટના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતો સંજયભાઇ રામશંકર કુશ્વાહ (39) નામનો મજૂર યુવાન તેના લેબર કવાટરમાં વધુ પડતી દવાની ટિકડીઓ ખાઈ ગયો હતો.જેથી અસર થતા તેને શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબી તાલુકાના લખધીરનગર (નવાગામ) ખાતે રહેતા હરેશભાઈ જયંતીભાઈ ભંખોડીયા નામના 27 વર્ષના યુવાનને ગત તા.20-6 ના રોજ લખધીરનગર ગામે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.જેથી હાલ તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News