ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં નિંદ્રાધીન દંપતીના ઘરમાંથી દાગીના સહિતના મુદામાલની ચોરીના ગુનામાં બે આરોપીની ચોરાઉ માલ સાથે ધરપકડ, એકની શોધખોળ


SHARE











મોરબીમાં નિંદ્રાધીન દંપતીના ઘરમાંથી દાગીના સહિતના મુદામાલની ચોરીના ગુનામાં બે આરોપીની ચોરાઉ માલ સાથે ધરપકડ, એકની શોધખોળ

મોરબીના લાયન્સનગરમાં દંપતી ઘરમાં ઉપરના માળે સૂતું હતું ત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન તેના ઘરના તાળાં તોડીને ઘરમાંથી સોના તેમજ ચાંદીના દાગીના સહિત કુલ મળીને 1,67,300 ના મુદામાલની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ નોંધાયેલ હતી તેના આધારે પોલીસે આ ગુનામાં બે આરોપીને ચોરીમાં ગયેલા મુદામાલ સાથે દબોચી લીધેલ છે અને એક આરોપી પકડવાનો બાકી છે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાયન્સનગરમાં રહેતા જયેશભાઈ દલપતભાઈ પરમાર જાતે અનુ. જાતિ (38)એ અજાણ્યા શખ્સ સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કેફરિયાદી અને તેના પત્ની તેઓના ઘરે નીચેના ભાગે તાળું મારીને ઉપરના માળ ઉપર સુતા હતા ત્યારે રાત્રિના બે વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઘરના દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ લોખંડની તિજોરીના લોક તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ભરેલ પાકીટ આમ કુલ મળીને 1,67,300 ના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનાની એલસીબીના પીએસઆઇ એસ.આઇ.પટેલ તથા સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં સીસીટીવીના મળેલા ફૂટેજ અને બાદમીદારોમાંથી મળેલ માહિતી આધારે આ ચોરી અલ્યાસ સુમરા તેમજ હૈદર ભટ્ટી નામના બે ઇસમો દ્વારા કરવામાં આવેલ છે તેવી માહિતી સામે આવી હતી અને આ આરોપીઓ વીસી ફાટક પાસે હોવાની હક્કિત મળી હતી જેથી પોલીસે ત્યાં જઈને બાઈક નં. જીજે 36 એડી 7811 લઈને જઈ રહેલા અલ્યાસ ઉર્ફે ભીમો હુસેનભાઇ સુમરા (21) રહે. ગુલાબનગર ચાર ગોડાઉન પાસે વીસીપરા મોરબી અને હૈદર કરીમ ભટ્ટી (23) રહે. રણછોડનગર વીસીપરા પાસે મોરબી વાળાઓને અટકાવીને તે બંને તલાસી લીધી હતી.

ત્યારે તેઓ પાસે એક થેલી હતી જેમાં સોના-ચાંદીના ધાતુના અમુક દાગીના મળી આવ્યા હતા. જે સોનીને બતાવીને તેની ખરાઈ કરવામાં આવી હતી અને બાદમાં બંનેને કચેરીએ લઈ જઇને બંનેની ઉલટ તપાસ કરવામાં આવતા બંનેએ કબૂલ્યું હતું કે તેઓએ તેમના મિત્ર રાહુલ પેથાભાઇ સરવૈયા રહે. ફિરદોસ સોસાયટી સુરેન્દ્રનગર વાળાની સાથે મળીને ગત તા. 20/6 ના રાત્રીના સમય દરમિયાન મોરબીના લાયન્સનગર વિસ્તારમાં મકાનના નકુચા તોડીને મકાનની અંદર કબાટમાં રહેલ દાગીનાઓની ચોરી કરી હતી. જેથી પોલીસે 166500 ની કિંમતના દાગીના તેમજ 30000 નું બાઇક આમ કુલ મળીને 196500 ના મુદામાલ સાથે અલ્યાસ ઉર્ફે ભીમો હુસેનભાઇ સુમરા તથા હૈદર કરીમભાઇ ભટ્ટીની અટકાયત કરી આઈપીસી કલમ 41 (1) ડી હેઠળ કાર્યવાહી કરી હતી અને તેની સાથે ચોરીમાં સંડોવાયેલા તેના મિત્ર રાહુલ પેથાભાઇ સરવૈયા રહે. સુરેન્દ્રનગર વાળાને પકડવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, આ ચોરીનો બનાવ બન્યો તે દિવસે જ મોરબીના અરૂણોદયનગર અને રામકૃષ્ણનગરમાં બે મકાનોના નકુચા તોડીને મુદામાલની ચોરી કરવામાં આવી હતી તે બનાવમાં હજુ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.






Latest News