મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ધુળકોટ ગામે અનુસૂચિત જાતિના સ્મશાન માટે આપેલ જમીન ઉપર દબાણ કરનારા સામે એટ્રોસિટીનો ગુનો નોંધાયો


SHARE







મોરબીના ધુળકોટ ગામે અનુસૂચિત જાતિના સ્મશાન માટે આપેલ જમીન ઉપર દબાણ કરનારા સામે એટ્રોસિટીનો ગુનો નોંધાયો

મોરબી તાલુકાના ધુળકોટ ગામે અનુસૂચિત જાતિના સ્મશાન માટે જમીન ફાળવેલી છે તેના ઉપર ખેતી કામ કરીને દબાણ કરવામાં આવ્યું છે અને જમીન ખાલી કરી નથી જેથી કરીને હાલમાં જમીન ઉપર દબાણ કરનારા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાયેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા વિનોદભાઈ મગનભાઈ પરમાર જાતે અનુ. જાતિ (37)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં દીપુભાઈ દામજીભાઈ ચાવડા જાતે કડિયા કુંભાર રહે. ધુળકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ધુળકોટ ગામે અનુસૂચિત જાતિના સ્મશાન માટે કાયદેસર રીતે ફાળવેલ જમીનની જાણ હોવા છતાં પણ આરોપીએ આ જમીનમાં ખેતી કામ કરીને અનુસૂચિત જાતિને સ્મશાન માટે આપવામાં આવેલ જમીન ઉપર દબાણ કર્યું છે અને તે જમીન ખાલી ન કરીને કબજો કરી નાખ્યો છે જેથી વિનોદભાઈ પરમારે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી એક્ટની કલમ 3 (1) (એફ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બે બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં ઢુવા માટે રોડ ઉપર અમરધામ પાસેથી એક શખ્ પસાર થઈ રહ્યો હતો તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 680 ની કિંમતની દારૂની બે બોટલો કબજે કરીને આરોપી નાનજીભાઈ ઉર્ફે નાનુભાઈ મૈયાભાઇ ગમારા જાતે ભરવાડ (33) રહે. નવા ઢુવા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે આ દારૂની બોટલો મુકેશભાઈ મનસુખભાઈ દંતેશરિયા જાતે કોળી રહે. જામસર તાલુકો વાંકાનેર વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને દારૂની બોટલો આપનારા શખ્સને પકડવાનો બાકી હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News