સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદમાં સિંચાઇના પાણી માટે 10 ગામના ખેડૂતોએ કર્યો સુરેન્દ્રનગરના સાંસદનો ઘેરાવો: : બે દિવસમાં પાણી ન મળે તો ખેડૂતોને મોટું નુકશાન


SHARE











હળવદમાં સિંચાઇના પાણી માટે 10 ગામના ખેડૂતોએ કર્યો સુરેન્દ્રનગરના સાંસદનો ઘેરાવો: : બે દિવસમાં પાણી ન મળે તો ખેડૂતોને મોટું નુકશાન

મોરબી જિલ્લાના હળવદમાં ગઇકાલે સુરેન્દ્રનગરના સાંસદનો અભિવાદન સમારોહ યોજાયો હતો ત્યારે બ્રાહ્મણી ડેમ-2 માથી સિંચાઇ માટેનું પાણી મેળવતા 10 ગામના સરપંચો, આગેવાનો અને ખેડૂતો ત્યાં આવ્યા હતા અને કાર્યક્રમ પહેલા જ ખેડુતોએ પિયતના પાણી મુદ્દે સાંસદને ઘેરી લીધા હતા. અને જો બે દિવસમાં તેઓને કેનાલ મારફતે સિંચાઇ માટેનું પાણી ન મળે તો તેનો વાવણી કરેલ પાક અને મહેનત નિષ્ફળ જશે તેનો આક્રોશ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો.

ગઇકાલે હળવદમાં સાંસદના અભિવાદન સમારોહ પહેલા સાંસદ ચંદુભાઈ સિહોરાને પાણી માટે જુદાજુદા 10 ગામના ખેડૂતો રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે સાંસદની સાથે હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા પણ ત્યાં હાજર હતા અને ખેડૂતોએ તેના ખેતરોમાં આગોતરું વાવેતર ઉનાળુ પાક લેવા માટે કરી નાખ્યું છે ત્યારે આ ખેડૂતોને જો હાલમાં સિંચાઇ માટેનું પાણી ન મળે તો તેનો પાક અને મહેનત બને નિષ્ફળ જાય તેવી શક્યતા છે જેથી કરીને ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી સિંચાઇ માટેનું નર્મદાનું પાણી મેળવતા ખેડૂતોએ સાંસદને કેનાલમાંથી સિંચાઇ માટેનું પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે

વધુમાં ખેડૂતોએ જણાવ્યુ હતુ કે, હાલમાં ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં પાણી છોડવામાં આવેલ છે જેથી કરીને હાલમાં બ્રાહ્મણી ડેમ-2 સુધી પાણી આવેલ છે ત્યારે જો ડેમમાંથી ભરતનગર ગામ તરફ જતી કેનાલનો દરવાજો ખોલીને પાણી તેમાં છોડવામાં આવે તો હળવદ તાલુકાનાં  સુસવાવ, ઈશ્વરનગરદેવળીયા,ધનાળામયુરનગરધુળકોટ સહિતના 10 ગામના ખેડૂતોને સીંચાઈના પાણીનો લાભ મળે તેવી શક્યતા છે આટલું જ નહીં પરંતુ જો ભરતનગર ગામ સુધી પાણી કેનાલમાં પહોચે તો કુલ મળીને 21 ગામોને પાણીનો લાભ મળી શકે છે જો કે, કેનાલની બાજુમાં પથરવામાં આવેલ પાઇપ લાઇનમાં હાલમાં પાણી આપવામાં આવે જ છે જામનગર તરફ રિલાઇન્સમાં મોકલાવવામાં આવે છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અને જો આજ કે કાલ સુધીમાં ખેડૂતોને કેનાલમાંથી  સિંચાઇ માટેનું પાણી ન મળે તો પછી ખેડૂતોને તેના ખેતરમાં વાવણી કરેલ પાકને બચાવવા અશક્ય બની જશે.






Latest News