મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઈન્ડિયન લાયન્સ ક્લબ, ઓમશાંતિ વિદ્યાલય તથા યોગ આરાધના ઈન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસ ઉજવાશે


SHARE







મોરબીમાં ઈન્ડિયન લાયન્સ ક્લબ, ઓમશાંતિ વિદ્યાલય તથા યોગ આરાધના ઈન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસ ઉજવાશે

સમગ્ર વિશ્વમાં 21 મી જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં ઈન્ડિયન લાયન્સ ક્લબ, ઓમશાંતિ વિદ્યાલય તથા યોગ આરાધના ઈન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.જેમાં તા.21-6 ના રોજ સવારે 7-30 થી 8 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ ઉપર  સરદારબાગની સામે આવેલ ઓમશાંતિ વિદ્યાલય ખાતે યોગ દિવસની ઉજવણી કરાશે.કાર્યક્રમમાં આવનારે યોગ નેટ કે પાથરણું લઈને આવવા જણાવાયેલ છે.

આ તકે ઓમશાંતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ, ઈન્ડિયન લાયન્સ ક્લબના સભ્યો અને યોગ આરાધના ઈન્સ્ટિટ્યૂટના સભ્યો ઉપસ્થિત રહેશે.ઈન્ડિયન લાયન્સ ક્લબ તથા યોગ આરાધના ઈન્સ્ટિટ્યૂટના ટીચરો દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવશે.તેમ ઈન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ રૂચિર કારીઆ અને સેક્રેટરી કેતનભાઈ મહેતાએ યાદીમાં જણાવેલ છે. 






Latest News