મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

કચ્છના કંડલાથી મોરબીના નવલખી બંદર સુધીના સમુદ્ર સેતુ પુલ બનાવવા વડાપ્રધાનને રજૂઆત


SHARE







કચ્છના કંડલાથી મોરબીના નવલખી બંદર સુધીના સમુદ્ર સેતુ પુલ બનાવવા વડાપ્રધાનને રજૂઆત

મોરબીના ઔદ્યોગિક વિકાસને ધ્યાને લઈને કચ્છ જિલ્લાના કંડલા બંદરથી મોરબી જિલ્લાના નવલખી બંદર સુધીના સમુદ્ર સેતુના પુલનું નિર્માણ કરવામાં આવે તે અનિવાર્ય બનેલ છે ત્યારે આ બાબતે હાલમાં મોરબી જીલ્લામાં રહેતા સામાજિક કાર્યકર દ્વારા વડાપ્રધાનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

મોરબી નજીકના વીરપર ગામે રહેતા હસમુખભાઈ ગઢવીએ હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, કચ્છ જિલ્લાના કંડલા બંદરથી મોરબી જિલ્લાના નવલખી બંદર સુધીના સમુદ્ર સેતુના પુલનું નિર્માણ કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, ઔદ્યોગિક શહેર મોરબી તેના સિરામિક, ઘડિયાળ, હીરા, પેપર મિલ, પોલીપેક વગેરે જેવા ઉદ્યોગો માટે વિશ્વ પ્રસિદ્ધ છે. અને વાહનવ્યવહાર ઘણો છે. ત્યારે ઔદ્યોગિક ઉત્પાદનોની વિદેશી નિકાસ અને આયાત પણ અહીથી કરવામાં આવે છે ત્યારે કચ્છ અને મોરબીમાં આ પ્રોજેકટના નિર્માણથી વાહનવ્યવહાર સરળ, ઝડપી અને સમય બનશે અને પેટ્રોલ, ડીઝલ અને ગેસની બચત થશે. જેથી કરીને સમયનું મહત્વ સૌથી વધુ કિંમતી છે. ત્યારે કંડલા બંદર ભારતમાં સૌથી લોકપ્રિય પરિવહન છે. ત્યારે આ રિવર બ્રિજથી રોડ ફોર લેન અને નવલખી બંદરનો પણ વિકાસ થશે.






Latest News