મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં પોલીસ સ્ટેશન નજીક આવેલ કેબિનમાંથી મોબાઈલ ફોનની ચોરી !


SHARE







હળવદમાં પોલીસ સ્ટેશન નજીક આવેલ કેબિનમાંથી મોબાઈલ ફોનની ચોરી !

હળવદમાં આવેલ શ્રી રામ ગૌશાળાની બાજુમાં ઝેરોક્ષની કેબીન ધરાવતા યુવાનની કેબિનમાંથી મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ ઉપર જૂના આંબેડકરવાસમાં રહેતા મુકેશભાઈ હરિલાલ પુરાણી જાતે અનુ. જાતિ (40)એ અજાણ્યા શખ્સની સામે હાલમાં ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદમાં પોલીસ સ્ટેશન નજીક આવેલ શ્રી રામ ગૌશાળાની બાજુમાં તેની ઝેરોક્ષની કેબિન આવેલ છે ત્યાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના વિવો કંપનીના મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 7000 ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની હાલમાં યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઋષભનગરમાં રહેતા કાંતાબેન વેણીરામ અગોલા (67) નામના વૃદ્ધા ગઈકાલે બપોરે દોઢ વાગ્યાના અરસામાં ઋષભનગર શેરી નં-3 માંથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા તેમને જમણા પગના થાપાના ભાગે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે.

મારા મારીમાં ઇજા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા કિશન સવજીભાઈ કુંવરીયા (24) અને સંજય સવજીભાઈ કુંવરીયા (30) નામના બે યુવાનોને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતી હતી જેથી તે બંને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન કરતા પોલીસને જાણ કરી હતી અને કયા કારણોસર મારા મારી થયેલ હતી તેની તપાસ હવે જે.જે. ડાંગર કરી રહ્યા છે.






Latest News