મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાલીઓ સાવધાન: વાંકાનેરના જાલીડા પાસે સૂતા સૂતા બાઇક ચલાવીને સ્ટંટ કરનાર બાળકિશોરના પિતાની ધરપકડ


SHARE











વાલીઓ સાવધાન: વાંકાનેરના જાલીડા પાસે સૂતા સૂતા બાઇક ચલાવીને સ્ટંટ કરનાર બાળકિશોરના પિતાની ધરપકડ

સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવા માટે થઈને જાણે ઘેલું લાગ્યું હોય તેમ ઘણી વખત કાયદાનો ભંગ થતો હોય તેમ છતાં પણ હાઇવે રોડ ઉપર જોખમી સ્ટંટ કરીને રિલ્સ બનાવવામાં આવતી હોય છે આવી જ રીતે વાંકાનેર તાલુકાના જાલીડા ગામના બોર્ડ પાસેથી નેશનલ હાઈવે રોડ ઉપર જોખમી સ્ટંટ કરતા એક બાળકિશોર બાઈક ઉપર નીકળ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બાળકિશોરની પૂછપરછ કરવામાં આવી હતી અને તેના પિતાની ધરપકડ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ ગત તા. 18/6 ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાના જાલીડા ગામના બોર્ડ પાસેથી નેશનલ હાઈવે રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલ વ્યક્તિ બાઈક ઉપર જોખમી સ્ટંટ કરતા જોવા મળી હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી પોલીસે બાઈક નંબર આધારે શોધખોળ હાથ ધરી હતી અને આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ગુનામાં પોલીસે બાઈકના માલિક મનસુખભાઈ લાખાભાઈ ભાલીયા જાતે કોળી (35) રહે. ભલગામ તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ તેઓની માલિકીનું બાઈક નંબર જીજે 36 એજી 7951 લઈને તેનો સગીર વયનો દીકરો નેશનલ હાઈવે રોડ ઉપર બાઈક સૂતા સૂતા ચલાવીને જોખમી સ્ટંટ કરતો જોવા મળ્યો હતો જેથી પોલીસે કાયદાના સંદર્ભમાં આવેલ બાળ કિશોરની પૂછપરછ કરીને તેને તેના વાલીને સોંપી દીધેલ છે

જો, નેશનલ હાઈવે રોડ ઉપર બાઈક સુતા સુતા ચલાવીને આ સગીર સ્ટંટ કરતો હતો ત્યારે કોઈ અકસ્માત કે દુર્ઘટના બને તો તેના અને અન્ય લોકોના જીવનું જોખમ ઊભું થાય તેવી શક્યતા હતી જેથી પોલીસે કાયદાનો ભંગ કરીને અન્ય લોકોના પણ જીવ જોખમમાં મુકાય તેવા બાઈકના સ્ટંટ કરનારા સામે કાર્યવાહી કરી છે અને જો આ ગુનામાં આકરા પગલાં લેવામાં આવે તો જ આવી પ્રવૃત્તિઓ ઉપર ભવિષ્યમાં બ્રેક લાગશે.






Latest News