મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું


SHARE







વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું

વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર હતો ત્યારે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રામ ઘુઘરા વાળી શેરીમાં રહેતા કૌશલભાઈ બટુકચંદ્રભાઈ બજાણી (24) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ઘરની અંદર પંખા સાથે દુપટ્ટો બાંધીને તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની રાજેશ ઉર્ફે રાજુ રમેશભાઈ બજાણી (39) રહે. ભાટિયા સોસાયટી વાળાએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં હવે આગળની તપાસ એન.એસ. લાવડીયા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના સરતનપર રોડ ઉપર આવેલ બાફેટ સિરામિક નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ધીરજ કાનજીભાઈ ચાવડા (42) નામના યુવાનને કારખાનામાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી અને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે, બનાવ હળવદ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે






Latest News