ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં તંત્રની નોટીસને ધ્યાનમાં ન લેતા આસામીઓની મિલકતો સીલ કરાશે: કલેકટર


SHARE











મોરબીમાં તંત્રની નોટીસને ધ્યાનમાં ન લેતા આસામીઓની મિલકતો સીલ કરાશે: કલેકટર

મોરબી જિલ્લામાં રેસીડેન્સિયલ, કોમર્શિયલ બિલ્ડીંગ, તેમજ કોમ્પલેક્ષ, હોટલ્સ, હોસ્પિટલ, ગેમઝોન, વગેરેમાં ફાયર સેફટી, બી.યુ. પરવાનગી તેમજ એન.ઓ.સી. સહિતના નિયમોની અમલવારી અંગે મોરબી જિલ્લામાં થયેલી કામગીરી બાબતે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં તંત્ર દ્વારા અગાઉ આપવામાં આવેલ નોટીસને ધ્યાનમાં ન લેતા આસામીઓની મિલકતો સીલ કરવા માટેની અધિકારીઓને કલેકટરે સૂચના આપેલ છે

મોરબીના શોભેશ્વર રોડે આવેલ કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષ સ્થાને સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લામાં એન.ઓ.સી. અને ફાયર સેફટી સહિતના નિયમોની અમલવારી માટે તંત્ર દ્વારા જે એકમોમાં નોટિસ આપવામાં આવેલ છે તે પૈકીનાં જે એકમોમાં નિયમોનુસાર જરૂરી પૂર્તતા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યાં આગળની કાર્યવાહી ઝડપથી  કરવી અને જે એકમોમાં નોટિસ આપવામાં આવી છે તેને ધ્યાનમાં લેવામાં આવી ન હોય તેવા એકમોને સીલ કરવાની કાર્યવાહી કરવાની માટે કલેકટરે સૂચના આપેલ છે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે એકમોએ એનઓસીની પ્રક્રિયા હાથ ધરી નથી તેવા એકમોની ફરીથી મુલાકાત લેવી અને જ્યાં બાંધકામ થઈ રહ્યા છે તેવા એકમોની મુલાકાત લઈ અને બાંધકામ પરવાનગી સહિતના દસ્તાવેજો તપાસવા જરૂરી છે તો નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે નવા બનતા એકમોમાં યોગ્ય પ્લાનની અમલવારી થઈ હોય અને ઓથોરિટીની નિમણૂંક હોય તેમને જ બાંધકામ માટેની પરવાનગી આપવા સૂચના આપી હતી. અને તેમણે પ્લે હાઉસ, ટ્યુશન ક્લાસીસ એકમોમાં પણ જ્યાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવા એકમોને સીલ કરવાની કામગીરી કરવા જણાવ્યું હતું.

જયારે આ બેઠકમાં એસપી રાહુલ ત્રિપાઠીએ ઔદ્યોગિક વસાહતોમાં ચેકિંગ હાથ ધરી ઉપયોગમાં લેવાતા કેમિકલોનું વિશ્લેષણ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, નગરપાલિકાઓના ચીફ ઓફિસરો સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા






Latest News