મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના જૂના નાગડાવાસ ગામે પરિણીતાએ અજુગતું પગલું ભરી લેતા મોત


SHARE







મોરબીના જૂના નાગડાવાસ ગામે પરિણીતાએ અજુગતું પગલું ભરી લેતા મોત

મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતી પરણીતાએ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે મહિલાના મૃતદેહને તેના કાકી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જૂના નાગડાવાસ ગામે રહેતા પૂર્વીબેન સમીરભાઈ કુવાડીયા (૨૮) નામની મહિલાએ પોતે પોતાના ઘરમાં હતી ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના કાકી વિધિબેન દેશાભાઈ બોરીચા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો આઠ વર્ષનો હતો અને તેને સંતાનમાં બે દીકરી છે જોકે તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં હવે આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

મહિલા સારવારમાં

મોરબીના છાત્રાલય રોડ ઉપર નવયુગ સ્કૂલ પાસે આવેલ પંચવટી સોસાયટીમાં કંકુ હાઈટ્સમાં રહેતા મનિષાબેન વિમલભાઈ જોશી (૩૦) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સદભાવના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે.






Latest News