ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મુસાફરો માટે અમદાવાદ, ભુજ અને સોમનાથ સુધીની દૈનિક ટ્રેન દોડાવવાની માંગ


SHARE







મોરબીમાં મુસાફરો માટે અમદાવાદ, ભુજ અને સોમનાથ સુધીની દૈનિક ટ્રેન દોડાવવાની માંગ

મોરબીના મુસાફરોને અમદાવાદ, સોમનાથ અને ભુજ તરફ આવવા અને જવા માટે ટ્રેનની સુવિધા મળી તે અનિવાર્ય છે જેથી કરીને ભાજપના આગેવાન દ્વારા હાલમાં ભારત સરકારના રેલ્વે મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જીલ્લા ભાજપ ઓબીસી વિભાગના મંત્રી અને પાલિકાના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ પોપટભાઈ શિરોહિયાએ હાલમાં ભારત સરકારના રેલ્વે મંત્રીને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, ગુજરાત ભુજ મોરબીથી અમદાવાદ સુધીની દૈનિક ટ્રેનની ખૂબ જ જરૂરી છે અને ભુજથી મોરબી થઈને સોમનાથ મંદિર સુધીને દૈનિક ટ્રેનની ખૂબ જ જરૂર છે જે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડશે અને ડેમુ ટ્રેન મોરબી, વાકાનેર, રાજકોટ, જૂનાગઢ સુધી દોડાવવામાં આવે તેઓ મુસાફરોને તેનો લાભ મળે તેમ છે જેથી આ ટ્રેનને મુસફારોની સુવિધા માટે વહેલમાં વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News