ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને હડફેટ લઇને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને હડફેટ લઇને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં એક યુવાનનું મોત નિપજ્યુ હતુ જોકે એક વ્યક્તિને ઈજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના વેલનાથપરા ભારત ઓઇલ મીલ પાછળ રહેતા સગરામભાઇ ઉર્ફે નંદાભાઇ જગજીવનભાઈ ઉઘરેજા જાતે કોળી (૫૬) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ટ્રક નંબર જીજે ૩૨ ટી ૮૩૯૪ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકાથી આગળ નેશનલ હાઇવે રોડ ઉપર શ્રીજી મોટર સામેથી તેનો દીકરો અમરશીભાઈ સગરામભાઇ ઉઘરેજા (૨૭) તેનું બાઈક નંબર જીડે ૩ એફકયુ ૮૯૩૦ લઈને તેના મિત્ર વિજય વસંતભાઈ દલસાણીયા રહે નવાપરા વાંકાનેર વાળાને સાથે બેસાડીને જઈ રહ્યો હતો ત્યારે તેના ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના દીકરાને બંને પગના સાથળના ભાગે તથા ગુપ્ત ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને વિજયભાઈ ને શરીરે ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાંથી સારવાર માટે તેને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ કલોલા જાતે વાણંદ (૪૧) એ કાર નંબર જીજે ૧૩ સીસી ૦૬૧૫ ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે જીનપરા જકાતનાકા નેશનલ હાઇવે નજીકથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે ૩૬ ડી ૯૫૧૪ લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી કાર ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને તેમાં સાહેદ કુસુમબેન રસ્તા ઉપર નીચે પડી જતા તેને જમણા પગમાં ફ્રેકચર જેવી ઈજા થયેલ છે જેથી કરીને તેને સારવાર માટે તેને હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News