મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના ધુળકોટ ગામે થયેલ મારામારીના બનાવમાં મહિલા અને તેના બે દીકરા સામે કાર્યવાહી


SHARE







 

મોરબીના ધુળકોટ ગામે થયેલ મારામારીના બનાવમાં મહિલા અને તેના બે દીકરા સામે કાર્યવાહી

મોરબીના ધુળકોટ ગામે ખેતરના સેઢે માટી નાખવા બાબતે બે પરિવારો વચ્ચે બોલાચાલી અને મારામારી થયેલ હતી જેની બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેમાં એક પક્ષે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મહિલા અને તેના બે દીકરાને પકડી નોટીસ આપીને હાલ જામીન મુકત કરી આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકાના ધુળકોટ (આમરણ) ગામે મારામારીનો બનાવ થોડા દિવસો પહેલા બન્યો હતો જેમાં બંને પક્ષેથી ત્રણ વ્યક્તિને ઇજા થયેલ હતી જેથી તેને જે તે સમયે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવમાં રાકેશભાઈ મનસુખભાઈ ચોટલીયા જાતે કુંભાર (૩૫) રહે. ધુળકોટ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે દિનેશ મનજીભાઈ વાઘેલા, નટુભાઈ મનજીભાઈ વાઘેલા અને મુળીબેન મનજીભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓએ ભાગમાં ખેતર વાવવા રાખેલ હોય અને તેઓની જગ્યામાં માટીનો ઢગલો કરવામાં આવેલ હોય કેમ અમારા ભાગમાં માટીનો ઢગલો કર્યો છે..? તેમ સામે વાળાઓને પૂછ્યું હતું તે બાબતનો રોષ રાખીને તેમને તથા સાહેદ રવજી જીવાભાઇ ચોટલીયાને સામેના ત્રણેય ઇસમો દ્વારા લાકડી વડે માર મારવામાં આવ્યો હતો અને રવજીભાઈને હાથના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. તેમજ મુળીબેન વાઘેલાએ સાહેદ હંસાબેનને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં પીએસઆઇ એસ.એન.સગારકા અને તેની ટીમે દિનેશ મનજીભાઈ વાઘેલા (૪૦), નટુભાઈ મનજીભાઈ વાઘેલા (૩૫) અને મુળીબેન મનજીભાઈ વાઘેલા (૭૦) ને પકડીને નોટીસ આપીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

ફિનાઇલ પી ગયો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ કુળદેવી પાન પાસે રહેતા યુવરાજગીરી મહેશભાઈ ગોસ્વામી (૨૬) નામના યુવાને સંતોષ શોરૂમ સામે ફિનાઇલ પી લેતા તેને તાત્કાલિક તેના પિતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ એ.આર. સારદીયા ચલાવી રહ્યા હોવાની માહિતી જાણવા મળેલ છે

ઇલેક્ટ્રીક શોર્ટ લગતા સારવારમાં
મોરબીના નજરબાગ રોડ ઉપર આવેલ મફતપરામાં રહેતા ખીમીબેન ધનાભાઈ પરમાર (૬૫) નામના મહિલાને ઘરે હતા ત્યારે ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની પ્રાથમિક તપાસ એ.આર. સારદીયા ચલાવી રહ્યા છે






Latest News