મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખીને મહિલા સહિત ત્રણ વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી: ચાર સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખીને મહિલા સહિત ત્રણ વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી: ચાર સામે ગુનો નોંધાયો

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કુબેર ટોકીઝની પાછળ મફતીયાપરામાં પાણીની ટાંકી પાસે જૂના ઝઘડાનું મનદુખ રાખીને ચાર શખ્સો ગાડીઓમાં આવ્યા હતા અને તલવાર, છરી, કુહાડી, લાકડાના ધોકા જેવા હથીયારો લઈને આવેલા શખ્સોએ મહિલા સહિતનાઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કુબેર ટોકીઝની પાછળ મફતીયાપરામાં પાણીની ટાંકી પાસે રહેતા સંગીતાબેન વિનોદભાઈ શીરોયા જાતે કોળી (૨૫)એ હાલમાં આરીફભાઈ અબ્દુલભાઈ મિયાણા રહે. શોભેશ્રવર રોડ મફતીયાપરા મોરબી, ઈકબાલ, અલ્તાફ અને સાગીર નામના ચાર વ્યક્તિની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દિયર રાહુલ તથા તેના મિત્ર વિશાલ સાથે આરોપી આરીફભાઇને દોઢેક માસ પહેલા ઝઘડો થયો હતો જે વાતનુ મનદુખ રાખીને આરોપી આરીફ તેમજ ઈકબાલ, અલ્તાફ તથા સાગીર સાથે ફોર વ્હીલ ગાડીઓમાં તેઓના ઘર પાસે તલવાર, છરી, કુહાડી, લાકડાના ધોકા જેવા હથીયારો લઈને આવ્યા હતા અને ફરીયાદી તથા સાહેદોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૫૦૬(૨), ૫૦૪, ૧૧૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News