મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં વિક્રમભાઈ દફ્તરી-જૈન સોશિયલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં વિક્રમભાઈ દફ્તરી-જૈન સોશિયલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબીમાં સ્વર્ગસ્થ દીકરા કાર્તિકભાઈ દફ્તરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે છેલ્લા ઘણા વષોથી વિક્રમભાઈ દફ્તરી દ્વારા જૈન સોશિયલ ગ્રુપ સાથે રહીને મોરબીના સ્કાય મોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે વિક્રમભાઈ દફ્તરી અને જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ૧૨ મો બ્લડ ડોનેશન કેમ્પ ગઇકાલે રાખવામા આવેલ હતો અને થેલેસેમિયાના દર્દીઓના લાભાર્થે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમ રક્તદાતાઓ તરફથી અભુતપૂર્વ સાથ સહકાર મળ્યો હતો જેથી કરીને ૧૭૫ રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી. અને ત્યારે રક્તદાતાઓને રાજુભાઈ (ઢોસાવાળા) તરફથી સાઉથ ઈન્ડિયન નાસ્તો આપવામાં આવ્યો હતો અને આ આયોજન વિક્રમભાઈ દફ્તરી અને જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ આકાશભાઈ ઘડીયાલી અને તેમની ટીમ દ્વારા કરાયું હતું વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, એકત્રિત કરેલ રક્તની બોટલો ફિલ્ડ માર્શલ અને રાજકોટની બ્લડ બેકને આપવામાં આવશે






Latest News