ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી: નવા જાંબુડીયા ગામે પાવર હાઉસ નજીકથી દારૂ સાથે એક પકડાયો-મહિલા બુટલેગરની શોધખોળ શરૂ


SHARE











મોરબી: નવા જાંબુડીયા ગામે પાવર હાઉસ નજીકથી દારૂ સાથે એક પકડાયો-મહિલા બુટલેગરની શોધખોળ શરૂ

મોરબી જીલ્લામાં સીરામીક યુનિટ સહિત અન્ય વસ્તુઓના આશરે ૨૦૦૦ જેટલા કારખાનાઓ આવેલા હોય અને અહીં આશરે ૫૦,૦૦૦ જેટલા પરપ્રાંતિય મજૂરો અને તેનાથી મોટી સંખ્યામાં સ્થાનીક મજુરો મજુરી કામ કરતા હોય ૧૨ કલાકથી વધુની નોકરીનો થાક ઉતારવા મજુરો દારૂની ચુસકી લેતા હોય અહીં દારૂની ખપત વધુ રહે છે.ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, ચોટીલા પંથક તેમજ માળીયા મિંયાણા ખાતેથી મોરબીમાં દેશી દારૂ ઠાલવવામાં અને વેચવામાં આવે છે.દરમ્યાનમાં સમયાંતરે કામગીરી બતાવવા માટે પાસેરામાં પુણી સમાન કાર્યવાહી કરવામાં આવી છે.તે મુજબ મોરબી એલસીબીના સ્ટાફ દ્વારા ગઈકાલે સવારના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામની સીમમાં પાવર હાઉસ નજીક રેડ કરવામાં આવી હતી.ત્યારે ત્યાંથી મહેશ ઉર્ફે મયંક ધનજીભાઇ સાવરીયા (૨૨) રહે.ઉમિયાનગર સોસાયટી સીટી પાછળ ખોડીયાર માતાના મંદિર નજીક સામાકાંઠે મોરબી-૨ ની ૭૬ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા ૧૫૨૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને તે યાસ્મીનબેન ઉર્ફે આરતીબેન સંજયભાઇ અગેચાણી રહે.મોરબી-૨ મહેન્દ્રનગર ગામ લક્ષ્મીનારાયણ પેલેસમાં ભાડે મૂળ રહે.વજેપરના કહેવાથી ત્યાં દારૂનું વેચાણ કરતો હોય હાલ મહેશ સાવરીયા તેમજ યાસ્મીનબેન સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને મહિલા બુટલેગર યાસ્મીનબેનની શોધખોળ શરૂ કરાયેલ છે.

છરી સાથે પકડાયા

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ બીલીયા ગામના તળાવ પાસેથી પેટ્રોલિંગમાં હતો ત્યારે ત્યાંથી મળી આવેલ મોહીન હુસેનભાઇ સુમરા જાતે સંધિ (ઉમર ૨૨) રહે. મદીના સોસાયટી વીસીપરા મોરબીને અટકાવ્યો હતો અને તેની અંગજડતી લેવામાં આવતા તેના પેન્ટના નેફામાંથી એક છરો મળી આવતા જાહેરનામાના ભંગ બદલ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.તે રીતે જ ખીખરેચીથી વેજલપર ગામ જવાના રસ્તે સુરાપુરા દાદાના મંદિર પાસેથી મળી આવેલ રાજેશ જેસીંગ જીજુંવાડિયા કોળી (ઉમર ૩૮) રહે.મંદરકી તાલુકો માળીયા મીંયાણાને અટકાવીને તેની ઝડતી લેવામાં આવતા તેના પેઇન્ટના નેફામાંથી પણ છરી મળી આવતા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.જ્યારે માળિયા મીંયાણા પોલીસે વવાણિયા ગામે ભંડારિયા દાદાના મંદિર પાસેથી નીકળેલ મહાદેવ વિકાભાઈ મકવાણા(૫૭) રહે.વવાણીયાને અટકાવી તેની ઝડતી લેતા તેની પાસેથી પણ છરી મળી આવી હતી.તે રીતે જ માળિયાના નવાગામના રસ્તેથી નીકળેલ ઈકબાલ હારૂન કટિયા મીંયાણા (૪૫) રહે.માળિયા કોળીવાસને અટકાવી તેની ઝડતી લેતા તેની પાસેથી પણ છરી મળી આવી હતી.જ્યારે માળીયા મિંયાણા ખાતે તળાવની પાળ પાસેથી મળી આવેલા રસુલ બાવલાભાઇ મેર જાતે મિંયાણા (૩૫) રહે.માળિયાની ઝડતી લેવામાં આવતા તેની પાસેથી પણ છરી મળી આવતા ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.






Latest News