મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટ નજીક રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ


SHARE







મોરબીના લાતી પ્લોટ નજીક રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ

મોરબીના લાતી પ્લોટ નજીક આવેલ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીરવયની દીકરીને લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવેલી હોય ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.જેથી પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબી લાતી પ્લોટ પાસેના વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીને લગ્નની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવીને તેણીના ભોળપણાનો લાભ ઉઠાવીને અપહરણ કરી જવાયેલ છે.જેથી ભોગ બનેલ સગીરાના માતા દ્વારા હાલમાં મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સલેમાન હબીબભાઈ માલાણી નામના ઇસમની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો છે.જેની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

કામ દરમિયાન ચક્કર આવીને પડી જતા યુવાનને સારવારમાં ખસેડાયો

મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે તળાવિયા શનાળાના રસ્તે આવેલ પર્થ સીરામીક નામના યુનિટના લેબર ક્વાટરમાં રહીને મજૂરી કામ કરતો પૂનમભાઈ અજલાવર નામનો ૨૨ વર્ષનો યુવાન કારખાનાની અંદર બોઇલ મિલ નજીક કામ કરતો હતો.ત્યારે કામ દરમિયાન તેને અચાનક ચક્કર આવીને તે પડી ગયો હતો.જેથી આ યુવાનને હાલમાં મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.બનાવને પગલે હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આ દિશામાં વધુ તપાસ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન સારવારમાં

મોરબી તાલુકાના થોરાળા ગામે રહેતા અને મજૂરી કામ કરતા બાલમભાઇ દેખુભાઈ નામનો ૧૯ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો.ત્યારે મોરબીના શનાળા-રાજપર રોડ ઉપર રાજપર ગામ પાસે તેના બાઇકને અજાણ્યા કાર ચાલકે હડફેટે લીધું હતું.જેથી ઈજા પામેલ બાલમભાઇને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે સનગ્લોસ સીરામીકના રસ્તે નાઇસ સિરામિકની સામે રહેતા રમેશભાઈ રણસારામ નામના યુવાનને ત્યાં આવેલ રીની પાર્ટીકલ બોર્ડ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર જે.પી.પટેલ દ્વારા નોંધ કરીને અકસ્માત બનાવની આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી






Latest News