મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે આવેલ પોલીસ હેડક્વાર્ટ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે સેમિનાર યોજાયો


SHARE







મોરબીના મકનસર ગામે આવેલ પોલીસ હેડક્વાર્ટ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે સેમિનાર યોજાયો

મોરબી જિલ્લાની સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનામાં એસ.પી.સી.ના જુનિયર તથા સિનિયર કેડેટના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ માટે મકનસર ખાતેના પોલીસ હેડ ક્વાર્ટરમાં આયોજીત સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવતી તમામ પ્રવૃત્તિની માહિતી અને આપત્તિના સમયે શું કરવું અને શું ન કરવું તે અંગેની તાલીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કન્સલ્ટન્ટ ડો. ધાર્મિક પુરોહિત દ્વારા આપવામાં આવી હતી, ઉપરાંત વિદ્યાર્થીઓને આપદા મિત્રની કામગીરી અંગે પણ માહિતી આપી આપદા મિત્રના કન્સેપ્ટથી વાકેફ કરવામાં આવ્યા હતા. 108 ની કામગીરી અને તેનો ઉપયોગ, આગ લાગે ત્યારે કેવી રીતે બચાવ કામગીરી કરવી અને આ સમયગાળા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, આગ લાગે ત્યારે ફાયર એસ્ટીન્ગ્યુશરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિશેષ જાણકારી મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના જયેશભાઈએ આ સેમિનાર દરમિયાન આપી હતી. આ સેમિનારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ મોરબીના ડીપીઓ કોમલ મહેરા, પોલીસ, ફાયર સહિતના વિભાગના કર્મચારીઓ અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News