મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના કાછિયાગાળા પાસે પીવાના પાણીની લાઇનમાંથી સિંચાઇ માટે પાણી લેનાર ખેડુત સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરના કાછિયાગાળા પાસે પીવાના પાણીની લાઇનમાંથી સિંચાઇ માટે પાણી લેનાર ખેડુત સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના કાછિયાગાળા અને ગાંગીયાવદર રોડ ઉપર આવેલ ખેતરમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાર કરીને સિંચાઈ માટે પાણી લેવામાં આવ્યું હતું જે બાબતની પાઇપલાઇનની મરામત અને નિભાવની કામગીરી રાખનાર કોન્ટ્રાક્ટરને જાણ થતા તેણે હાલમાં ખેડૂતની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

હાલમાં પાણીની માંગ વધુ રહેતી હોય છે ત્યારે લોકોને પીવાનું પાણી સમયસર મળે તેના માટેની કવાયત તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે જોકે કેટલીક જગ્યાએ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ કરીને કે પછી ગેરકાયદેસર કનેક્શન લઈને પીવાના પાણીનો સિંચાઈ કે ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હોય તેવું સામે આવતું હોય છે તેવામાં રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીની બાજુમાં આવેલ પટેલ પાર્ક 1 માં રહેતા રવિરાજસિંહ દોલતસિંહ બારડ 25 એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ પરસોત્તમભાઈ અણિયારીયા રહે કાછીયાગાળા તાલુકો વાંકાનેર વાળા ની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે કાછીયાગાળા થી ગાગીયાવદર રોડ ઉપર આવેલ આરોપીની માલિકીના ખેતર સર્વે નંબર ૧૭૭ પૈકી ૭ પૈકી ૧ માં વાંકાનેર જૂથ યોજના હસ્તકની પાઇપલાઇનની અંદર ભંગાર કરીને સિંચાઈ માટે પાણીની ચોરી કરી હતી જેથી કરીને હાલમાં રવિરાજસિંહ બારડે નોંધાવેલ ફરિયાદારે પોલીસે અશોકભાઈ સામે ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા સંરક્ષણ અધિનિયમ ૨૦૧૯ ની કલમ ૧૦.૧.૧ તથા ૧૧.૬ તેમજ ધ પ્રિવેન્સ ઓફ ડેમેજ ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ૩ અને આઈપીસીની કલમ ૪૩૦ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News