ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પાલિકાના હંગામી સફાઈ કામદારના કામમાં રૂકાવટ કરીને માર માર્યો : ગુનો નોંધાયો


SHARE











વાંકાનેરમાં પાલિકાના હંગામી સફાઈ કામદારના કામમાં રૂકાવટ કરીને માર માર્યો : ગુનો નોંધાયો

વાંકાનેરમાં મેહુલ ટેલીકોમની સામેની શેરીમાં સફાઈ કામ કરતા વાંકાનેર નગરપાલિકાના હંગામી સફાઈ કામદાર મહિલાને “તું અહીંયા બરોબર સફાઈ કામ કરતી નથી” તેમ કહીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરી લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ આંબેડકરનગર શેરી નં-૫ માં રહેતા શારદાબેન ચેતનભાઇ ચૌહાણ જાતે અનુ. જાતિ (૫૦) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સવજીભાઈ જેઠાભાઈ સારેસા રહે.આંબેડકરનગર વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેરમાં મેહુલ ટેલિકોમની સામેની શેરીમાં તેઓ પાલિકાના હંગામી સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા ત્યારે ત્યાં આરોપીએ આવીને તેને કહ્યું હતું કે “તું અહીંયા બરોબર સફાઈ કરતી નથી” તેમ કહીને ફરિયાદીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને લાકડી વડે મુંઢ માર માર્યો હતો અને કામમાં અડચણ કરી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૧૮૬, ૫૦૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ફિનાઇલ પીધું

મોરબીના મહેન્દ્રપરાશ શેરી નં-૧૧ માં રહેતા સલમાબેન ફિરોજભાઈ બોબડીયા (૩૯) નામના મહિલા પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણસર તેને ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.






Latest News